Bharuch: સિગરેટના વ્યસનીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, લાઈટરમાં થયો મોટો ભડકો
Bharuch: ભરૂચમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે લાઇટરથી સિગરેટ સળગાવવા જતાં જ લાઈટરમાં ભડકો થતા લાઇટર છોડી યુવક ઊભી પૂછડિયા ભાગ્યો હતો. નોંધનીય છે કે, ભરૂચ (Bharuch)ના સ્ટેશન નજીક સિગરેટ સળગાવવા જતા જ લાઈટરમાં મોટો ભડકો થતા એકનો જીવ બચ્યો છે. જો કે, સમય સૂચકતા ના હોત તો એક વ્યક્તિનું મોત પણ થઈ શકે તેમ હતું.
ભરૂચમાં એક સીસીટીવી એવો સામે આવ્યો
ઘણી વખત સિગરેટ સળગાવવા માટે અલગ અલગ નુસખા અપનાવવામાં આવતા હોય છે, પરંતુ ભરૂચ (Bharuch)માં એક સીસીટીવી એવો સામે આવ્યો કે જેમાં સિગરેટ સળગાવવા જતા લાઇટરમાં મોટો ભડકો થતા યુવકનો જીવ બચ્યો છે. આ ઘટના સિગરેટના વ્યસનકારીર્યો માટે સાવચેતી માટે વાયરલ કરાયો હોવાની ઘટના સામે આવી છે.
સળગતું લાઈટર છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો...
ભરૂચ (Bharuch)ના સ્ટેશન ઉપર એક પાન બીડીની દુકાન ઉપર 2 મિત્રો બેઠા હતા. જેમાં એક યુવકે દુકાનમાંથી સિગરેટ લઈ સળગાવવા માટે લાઈટર લીધો હતો. આ લાઈટરથી સિગરેટ સળગાવવા જતાં જ મોટો ભડકો થતા સિગરેટના વ્યસનકારી યુવકે હાથમાં રહેલું સળગતું લાઈટર છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ યથાવત રહી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. એક તરફ દુકાનોમાં પણ ફાયર એનઓસી ફરજિયાત કરવામાં આવે છે. ત્યારે આવો જ કિસ્સો સિગરેટ સળગાવતી વખતે થઈ જાય અને આગ મોટું સ્વરૂપ ધારણ કરે તો જવાબદાર કોણ?
નોંધનીય છે કે, આવા તો અનેક પ્રશ્નો વચ્ચે સિગરેટના સોખીનો માટે આ વીડિયો ચેતવણી રૂપ સાબિત થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું પણ માનવામાં આવે છે કે, જે લાઇટરથી સિગરેટ સળગાવવામાં આવતી હતી. તે લાઈટલ લીકેજ હતું અને તેના કારણે પણ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે લાઇટરમાં પણ ગેસ ભરવો પણ હવે ચેતવણી રૂપ બની રહ્યો છે,