Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ : ક્યાંક તંત્રની બેદરકારી તો ક્યાંક વાહન ચાલકની ભૂલ, છેલ્લા 20 દિવસમાં થયા અનેક અકસ્માતો

ભરૂચ જિલ્લાનો નર્મદા મૈયા બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે છેલ્લા એક અઠવાડિયાથી અનેક વાહનો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. ગત મોડી રાત્રીએ વરસતા વરસાદ વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર ત્રીપલ વાહન અકસ્માતમાં ટુ-વ્હીલર વાહન ચાલક રોડ ઉપર પટકાતા તેનું...
ભરૂચ   ક્યાંક તંત્રની બેદરકારી તો ક્યાંક વાહન ચાલકની ભૂલ  છેલ્લા 20 દિવસમાં થયા અનેક અકસ્માતો

ભરૂચ જિલ્લાનો નર્મદા મૈયા બ્રિજ અકસ્માત ઝોન બની ગયો છે છેલ્લા એક અઠવાડિયાથી અનેક વાહનો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. ગત મોડી રાત્રીએ વરસતા વરસાદ વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર ત્રીપલ વાહન અકસ્માતમાં ટુ-વ્હીલર વાહન ચાલક રોડ ઉપર પટકાતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું અને નર્મદા મૈયા બ્રિજ ઉપર 3 કાર અને ટુ-વ્હીલર વાહન વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ હાંસોટ નજીક પણ ટેમ્પો ચાલકે લારી ગલ્લામાં ટેમ્પો ઘુસાડીને અકસ્માત સર્જાયો હતો.

Advertisement

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર વારંવાર સર્જાઇ રહ્યા છે. અકસ્માત અને વાહનોની ગતિ પણ નથી થતી હવે ધીમી જેના પાપે છેલ્લા એક અઠવાડિયાથી સતત અકસ્માતોની વણઝાર રહી છે. ગત મોડી રાત્રે પણ વરસતા વરસાદ વચ્ચે 3 કાર અને 1 ટુ-વ્હીલર વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટુ-વ્હીલર વાહન ચાલક રોડ ઉપર પટકાતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ત્રીપલ વાહન એટલે કે ફોરવીલ વાહનોને મોટું નુકસાન થવા સાથે બ્રિજ ઉપરના ડિવાઇડર પર રહેલી સ્ટ્રીટ લાઈટોને પણ મોટું નુકસાન થયું હતું. અકસ્માતના પગલે વર્ષના વરસાદ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ ગઈ હતી.

Advertisement

નર્મદા મૈયા બ્રિજ ઉપર વારંવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે એસટી બસની સ્પીડ પણ હવે ધીમી થતી નથી નર્મદા મૈયા બ્રિજ ઉપર એસટી બસની સ્પીડ 40 કિ.મી રાખવા માટેના બોર્ડ લાગ્યા છે. પરંતુ તે પણ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ ગયા છે. કારણકે આજની તારીખે પણ નર્મદા મૈયા બ્રિજ ઉપર એસટી બસની સ્પીડ 60 ની ઉપર પહોંચી રહી હોવાના વિડીયો વાયરલ થયા છે. ત્યારે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એસટી બસ દોડાવવાની મંજૂરી રદ કરવાની માંગ ઉઠી છે અને નર્મદા મૈયા બ્રિજ ઉપર બંને તરફ સીસીટીવી મૂકી પૂર ઝડપે દોડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગત મોડી રાત્રીએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે મોતને ભેટેલા ટુ-વ્હીલર વાહન ચાલકની ઓળખ કરવામાં આવતા તેનું નામ હિતેશ માનસંગ વસાવા હોવાનું તેમજ શક્તિનાથ વિસ્તારના ગવર્મેન્ટ ક્વાર્ટરનો રહીશ હોવાનું સામે આવ્યો હતો. તેમના પરિવારને જાણ થતા પરિવારના માથે પણ આભ તૂટી પડ્યો હતો અને ઘરનો મોભી ગુમાવ્યો હોવાનો અનુભવ કર્યો હતો. નર્મદા મૈયા બ્રિજ ઉપર હજુ અકસ્માત ન સર્જાય અને કોઈ પોતાનું મોભી ન ગુમાવે તેવા તમામ પ્રયાસો ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.

Advertisement

હાંસોટના અલવા નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ લારી ગલ્લાને પણ અડફેટે લીધા

ભરૂચ જિલ્લાના હાંસોટના અલવા નજીક આવેલ ક્રિફોર કંપની પાસે એક અકસ્માત સર્જાયો હતો જેમાં ખાનગી બસ ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો રોડની બાજુમાં લારી ગલ્લામાં ઘૂસી જતા બસમાં બેઠેલા પેસેન્જરોના જીવ તાળવે હતા અકસ્માતમાં કોઈને ઈજા થવા પામી ન હતી પરંતુ સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર પેસેન્જરો માં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો અને વહેલી સવારની ઘટના હોવાના કારણે લારી ગલ્લા બંધ હોવાના કારણે કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી

અંકલેશ્વરના દક્ષિણ છેડે વરસતા વરસાદમાં મકાઈની ભેલનો સ્વાદ માણવા લોકોના મેળાવડા.. ટ્રાફિક જામ

વરસતા વરસાદમાં અંકલેશ્વરના દક્ષિણ છેડે ગોલ્ડન બ્રિજ પાસે મકાઈની ભેલનો સ્વાદ માણવા માટે લોકોના મેળાવડા જામે છે અને ફોરવીલ વાહનો સાથે લોકોનો મેળો જામતો હોવાના કારણે આડેધડ રોડ ઉપર વાહનો પાર્ક કરવાના કારણે ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે જેના પગલે ગઈકાલે પણ એક રીક્ષા ચાલકને વાહન ચાલકે તમાચો મારી દેતા વાતાવરણ ગરમાયું હતું. પરંતુ કાયદો વ્યવસ્થા જાળવવો હશે તો મકાઈની હાટડીઓ ઉપર જામતા મેળાવડાના કારણે લોકો આડેધડ વાહનો પાર્ક કરતા હોય તો પોલીસે નક્કર કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.

નર્મદા મૈયા બ્રિજ ઉપર 60 ની સ્પીડે દોડતા વાહનોનો વિડીયો વાયરલ

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર 15 દિવસથી સતત અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને તેનું કારણ છે પૂર ઝડપે નીકળતા વાહન ચાલકો અકસ્માતમાં વાહન ચાલકો જીવ ગુમાવતા હોવા છતાં વાહન ચાલકોની સ્પીડ ઓછી થતી નથી. ભરૂચના એક વાહન ચાલકે પણ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વાહન ચાલકો 60 ની સ્પીડે નીકળતા હોવાનું વિડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે જેના પગલે જિલ્લા વહીવટી તંત્રએ પણ વાઇરલ વિડીયોના આધારે નર્મદા મૈયા બ્રીજના બંને છેડા ઉપર સ્પીડ બ્રેકર મુકાવી સીસીટીવી મુકાવા સાથે વાહન ચાલકોની સ્પીડ વધુ હોય તો તેમની સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

નર્મદા મૈયા બ્રિજ અને છાપરા પાટીયા નજીક 20 દિવસમાં 11 સર્જાયેલા અકસ્માતો..

નર્મદા મૈયા બ્રીજ અકસ્માત ઝોન બની ગયો છે અને અંકલેશ્વર તરફની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે

  • 4 જૂનના રોજ સર્જાયો હતો જેમાં એસટી બસો વચ્ચે કારનું કચુંબર થયું હતું
  • 5 જૂન સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માતનો ભય ઊભો થયો હતો
  • 16 જૂનના રોજ ભૂત મામાની ડેરી પાસે એસટી બસ અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • 16 જૂનના રોજ નર્મદા મૈયા બ્રિજ ઉપર ત્રીપલ ફોરવીલ વાહનો વચ્ચે અકસ્માત
  • 17 જુન સ્ટ્રીટ લાઈટના અભાવે તોફાન ગાડી ઝાડ સાથે ભટકાતા બેને ઈજા
  • 18 જૂન અકસ્માત બાદ એસટી વિભાગે એસ.ટી.ની સ્પીડ 40 ની લિમિટ નક્કી કરી બોર્ડ લગાવ્યા
  • 21 જૂન સરકારી એસટી બસ ચાલકે બ્રેક મારતા ઝાડ સાથે ભટકાતા અકસ્માત
  • 21 જુન ભૂતમામાની ડેરી પાસે સ્વીફટ કાર અને ઇકો વચ્ચે ગમખવાળ અકસ્માત
  • 21 જૂન નર્મદા મૈયા બ્રિજ ઉપર ઈકકો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત
  • 21 જૂન છાપરા પાટીયા નજીક ફોરવીલ વાહનો વચ્ચે અકસ્માત
  • 25 જૂન રાત્રીએ 3 કાર અને ટુ-વ્હીલર વાહન વચ્ચે અકસ્માત ટુવિલર વાહન ચાલકનું ઘટના સ્થળે મોત

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : અમદાવાદના આંબાવાડીમાં અકસ્માતની ઘટના, એક યુવકનું મોત

Tags :
Advertisement

.