Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વેરા વધારો તેમજ આકારણી મુદ્દે આજે બરવાળા શહેર સંપૂર્ણ બંધ

અહેવાલ- - ગજેન્દ્ર ખાચર, બોટાદ બરવાળા શહેર આજે સંપૂર્ણ બંધ રહ્યું છે. નાગરિક સમિતિ દ્વારા વેરા વધારો તેમજ આકારણી મુદ્દે પ્રત્યે હાલાકી ને લઇ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, નગરપાલિકા દ્વારા વેરા વધારો પરત ખેંચાયો હતો, ત્યારબાદ આકારણી મુદ્દે કોઈ...
વેરા વધારો તેમજ આકારણી મુદ્દે આજે બરવાળા શહેર સંપૂર્ણ બંધ

અહેવાલ- - ગજેન્દ્ર ખાચર, બોટાદ

Advertisement

બરવાળા શહેર આજે સંપૂર્ણ બંધ રહ્યું છે. નાગરિક સમિતિ દ્વારા વેરા વધારો તેમજ આકારણી મુદ્દે પ્રત્યે હાલાકી ને લઇ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, નગરપાલિકા દ્વારા વેરા વધારો પરત ખેંચાયો હતો, ત્યારબાદ આકારણી મુદ્દે કોઈ નિર્ણય ન લેવાતા આજે બરવાળા શહેર સંપૂર્ણ સજ્જડ બંધ રહ્યું હતું. આકારણી મુદ્દે પડતી હાલાકી મામલે વહેલી તકે નિકાલ આવે તેવી માગ કરાઇ છે. જ્યારે ગટરવેરો નવા વર્ષથી અને સંપૂર્ણ ગટર કાર્ય પૂર્ણ થયા બાદ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

Advertisement

આકારણી બાબતે કોઈ નિર્ણય લેવાયો ન હતો

બરવાળા શહેર આજે સંપૂર્ણ બરવાળા નાગરિક સમિતિ દ્વારા વેરા વધારો તેમજ બરવાળા શહેરમાં લોકોને પડતી આકારણીની હાલાકી ને લઇ બંધનું એલાન કરવામાં આવ્યું હતું, વેરા વધારાના પગલે બે દિવસ પહેલા જ નગરપાલિકા દ્વારા વેરા વધારો પરત ખેંચવામાં આવ્યો હતો, પરંતુ આકારણી બાબતે કોઈ નિકાલ ન થતા બરવાળા નાગરિક સમિતિ દ્વારા જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે યથાવત રાખતા આજે બરવાળા શહેર સંપૂર્ણ જોવા મળ્યું હતું ત્યારે વેપારીઓ અને નાગરિકો તેમજ નાગરિક સમિતિ દ્વારા વહેલી તકે આકારણીમાં પડતી તેમજ ગટરવેરો વધારો હાલ ગટર વ્યવસ્થા પૂરતી ન હોય જેને લઈ હાલ પુરતો ગટર વેરો પરત ખેંચી સંપૂર્ણ ગટર વ્યવસ્થા નું કામ કર્યા બાદ અડધા વર્ષથી લાગુ કરવાને બદલે નવા વર્ષથી લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Advertisement

સવારથી જ બરવાળા શહેરના તમામ વેપારીઓએ સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યો

ગત રવિવારના રોજ બરવાળા નગર સમિતિની બરવાળા શહેરના જૈન ઉપાશ્રય ખાતે યોજાઈ હતી જે બેઠકમાં મોટી સંખ્યામાં નગરજનો અને વેપારીઓ એકત્ર થયા હતા અને બરવાળા નગરપાલિકા દ્વારા વેરાની રકમમાં કરાયેલ ધરખમ વધારાના વિરોધમાં બરવાળા શહેર ના તમામ વ્યાપાર ધંધા રોજગાર 1 નવેમ્બર 2023 ના રોજ સ્વયંભૂ સજ્જડ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું, જેને લઈ બરવાળા નગરપાલિકા દ્વારા તારીખ 30 ઓક્ટોબર ના રોજ સામાન્ય સભા યોજી નગરપાલિકાના તમામ સભ્યોએ સર્વાનુંમતે વધારો કરાયેલ વેરો પરત ખેંચવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો તેમજ આકારણી મુદ્દે પડતી હાલાકી મામલે વહેલી તકે નિરાકરણ આવે તેવો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો, સાથે જ માત્ર સરકારના નિયમ મુજબ ગટરવેરો 300 રૂપિયા વધારો યથાવત રાખ્યો હતો ત્યારે આજે વહેલી સવારથી જ બરવાળા શહેરના તમામ વેપારીઓએ સ્વયંભૂ સજ્જડ બંધ પાળી બંધના વિરોધમાં જોડાયા હતા.

ગટર કાર્ય પૂર્ણ કરી ત્યારબાદ ગટર વેરો વધારો લાગુ કરવામાં આવે તેવી માંગ

વેપારીઓ અને બરવાળાના નગરજનો તેમજ નાગરિક સમિતિ દ્વારા ગટર વ્યવસ્થા હાલ સંપૂર્ણ પૂર્ણ થઈ ન હોય તેમ જ ગટર વેરો જે લાગુ કરવામાં આવ્યો છે તે અડધા વર્ષથી લાગુ કરવામાં આવ્યો છે તે આગામી વર્ષની શરૂઆત સાથે ગટર કાર્ય પૂર્ણ કરી ત્યારબાદ ગટર વેરો વધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે જ આકારણીનો મુદ્દો જે મુખ્ય મુદ્દો હોય લોકોને આકારણી કઢાવવા બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કાયદા બાબતનું કારણ ધરી આકારણી ન કાઢી અપાતી હોય જેમાં આકારણી બાબતે પડતી હાલાકીના મુદ્દે વહેલી તકે નિરાકરણ આવે તેન લઈ આજે સ્વયંભૂ સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો અને વહેલી તકે આકારણીને લઈને પડતાં પ્રશ્નો અંગે નિરાકરણ આવે તેમજ ગટર કાર્ય પૂર્ણ થયા બાદ જ ગટરવેરો લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુ સિવાયની તમામ પ્રકારની દુકાનો હાલ બરવાળામાં બંધ જોવા મળી હતી.

આ પણ વાંચો----ISKCON BRIDGE ACCIDENT CASE : તથ્યના પિતા પ્રજ્ઞેશના જામીન મંજૂર

Tags :
Advertisement

.