Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ATSનું ઓપરેશન,અમદાવાદમાં આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતાં 4 બાંગ્લાદેશી ઝડપાયા

ભારત માથી જ ફંડ એકઠુ કરી ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃતિ મા ઉપયોગ કરવાના નેટવર્કનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે. ગેરકાયદેસર દેશમા પ્રવેશ કરી અને અલકાયદાના ફેલાવો કરનાર 3 બાંગ્લાદેશી નાગરીકો ની અટકાયત કરી મુખ્ય આરોપી ની ધરપકડ કરવામા આવી...
atsનું ઓપરેશન અમદાવાદમાં આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરતાં 4 બાંગ્લાદેશી ઝડપાયા
Advertisement
ભારત માથી જ ફંડ એકઠુ કરી ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃતિ મા ઉપયોગ કરવાના નેટવર્કનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે. ગેરકાયદેસર દેશમા પ્રવેશ કરી અને અલકાયદાના ફેલાવો કરનાર 3 બાંગ્લાદેશી નાગરીકો ની અટકાયત કરી મુખ્ય આરોપી ની ધરપકડ કરવામા આવી છે.. સાથે જ બનાવટી દસ્તાવેજો અને કટ્ટરવાદી સાહિત્ય કબ્જે કરવામા આવ્યુ
ગુજરાત  આતંકી સંગઠન અલકાયદા સક્રિય થયું છે
લાંબા સમય બાદ ગુજરાત અને અમદાવાદમાં આતંકી સંગઠન અલકાયદા સક્રિય થયું છે.અલ કાયદા એ બાંગ્લાદેશી નાગરિકો ને પોતાના આતંકી સંગઠન સાથે જોડી ભારતમાં કટ્ટરતા ફેલાવવા અને આતંકવાદના ફેલાવવા માટે ફંડ એકઠું કરવા મોકલી આપ્યા હતા જેનો ગુજરાત એટીએસસી ખુલાસો કરી મોહમ્મદ સોજીબમિયા અહેમદ અલી ની ધરપકડ કરી છે.સોજીબ અલ કાયદા ના હેન્ડલર શરીફુલ ઇસ્લામ સાથે સંપર્ક મા રહી અમદાવાદ ના મુસ્લિમ યુવકો ને અલકાયદા સાથે જોડવાનું કામ કરતો હતો. અને અલકાયદા નો પ્રચાર પ્રસાર કરતો હતો. સાથે જ બાંગ્લાદેશ ના જીલ્લા પ્રમુખ શાયબા સાથે મળી કાવતરૂ રચતો હતો.જેમા સોજીબમિયા ની સાથે આકાશખાન, મુન્નાખાન તથા અબ્દુલ લતિફ પણ બાંગ્લાદેશથી ગુજરાતમાં આવી આ પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે.
Image preview
ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરી
વધુમાં ATS ના DIG દિપન ભદ્રને જણાવ્યુ હતુ કે. સોજીબી મિયાંની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરી ઉચ્ચ પરત કરતા હકીકત સામે આવી કે સંગઠન માટે ફંડ એકઠું કરવું તે મુખ્ય જવાબદારી હતી સાથે જ બાંગ્લાદેશ ખાતેથી તેમને ઈન્ક્રીપ્ટેડ એપ્લિકેશન હથિયાર ચલાવવા અને વીપીએન નો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી હતી જેની મદદથી તેઓ બાંગ્લાદેશમાં તેમના આકાઓ સાથે સંપર્કમાં રહેતા હતા સાથે જ ભારત પ્રવેશ કર્યા બાદ પોતાના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.અને ભારતીય નાગરિક બની આતંકવાદનો  ફેલાવો કરતા હોવાનો ખુલાસો થયો. છે.સોજી મિયાની ધરપકડ કરી તેના ઘરની તપાસ કરતા બોગસ દસ્તાવેજો તથા કટરવાદી સાહિત્ય મળી આવતા ગુજરાતી અનલોફુલ એક્ટિવિટી ઓફ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
Image preview
આતંકી મોડ્યુલ માં જોડાયેલા તમામ સભ્યોને જેહાદ
આરોપીઓ દ્વારા અલકાયદાના ફેલાવવા માટે વર્ષ 2019 થી બાંગ્લાદેશ થકી ગેરકાયદેસર ઘુસણખોરી કરવામાં આવતી હતી. જોકે ડિસેમ્બર 2021 બાદ આતંકી પ્રવૃતિ મા વધારો કરવામા આવ્યો હતો.. જે બાદ અમદાવાદ માથી બે યુવકો અલકાયદા સાથે ઝોડાયા હોવાનુ સામે આવ્યુ છે.. મહત્વનું છે કે ન માત્ર ગુજરાત પરંતુ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ અલકાયદા સંગઠનના સભ્યો સક્રિય હોવાનુ સામે આવ્યુ છે.. અને તે રાજ્યોમાંથી પણ યુવકોને અલકાયદા સાથે જોડી કટ્ટરતા ફેલાવવા નુ ષડયંત્ર શરૂ કરવામા આવ્યુ છે.. આતંકી મોડ્યુલ માં જોડાયેલા તમામ સભ્યોને જેહાદ. હત્યા કરવી. હથિયારોની તાલીમ.મુસાફરી.પૈસા અને સમયનું બલિદાન આપવું. સાથે જ શહીદી વોહરવા જેવી તાલીમ આપવામાં આવતી હોવાનો ખુલાસો પૂછપરછ દરમિયાન થયો છે..
દેશ બહાર મોટા હુમલાનું ષડયંત્ર ઘડાયું હતું 
આતંકવાદના ફેલાવવા માટે ઉઘરાવેલું તમામ ફંડ આ કેસના ફરાર આરોપી અજારુલ ઇસ્લામ અન્સારી ઉર્ફે આકાશખાન દ્વારા કરવામાં આવતું હતું... જેથી એટીએસ એ તેની શોધખોળ હાથ ધરી છે. સાથે જ આ ગુનાના ફરાર આરોપી મુન્ના ખાલીદ અન્સારી અને અબ્દુલ લતીફ ની પણ શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે 2021 થી સક્રિય થયેલી આતંકી સંગઠન ના સભ્યોએ કેટલા લોકોને પોતાની સાથે જોડ્યા અને કયા પ્રકારની તાલીમ આપવામાં આવી છે. તથા દેશમાં કે દેશ બહાર મોટા હુમલાનું ષડયંત્ર ઘડાયું છે. કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
અહેવાલ -પ્રદિપ કચીયા, અમદાવાદ 
Tags :
Advertisement

.

×