Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vaishali Joshi Case : PI બી.કે.ખાચરની આગોતરા જામીનની આજે સુનાવણી

Vaishali Joshi Case : અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ઓફિસના ગેટ બહાર મહિલા તબીબ વૈશાલી જોશી (Vaishali Joshi Case) નો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં PI બી.કે.ખાચરની સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની આજે સુનાવણી છે. PI બી.કે.ખાચરે અરજીમાં સંબધિત કેસમાં...
vaishali joshi case   pi બી કે ખાચરની આગોતરા જામીનની આજે સુનાવણી

Vaishali Joshi Case : અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ઓફિસના ગેટ બહાર મહિલા તબીબ વૈશાલી જોશી (Vaishali Joshi Case) નો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં PI બી.કે.ખાચરની સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની આજે સુનાવણી છે. PI બી.કે.ખાચરે અરજીમાં સંબધિત કેસમાં આગોતરા મળે તો સંપૂર્ણપણે તપાસમાં સહકારની આપી ખાતરી છે.

Advertisement

PI ખાચર સાથે પ્રેમસંબંધ હોવાની હકીકત સામે આવી હતી

મહિલા તબીબની રહસ્યમય મોતની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ડૉ. વૈશાલી જોશી અને EOW ના PI બી.કે. ખાચર વર્ષ 2020 થી ઇન્સ્ટાગ્રામના માધ્યમ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. મૃતક વૈશાલી જોશીની ડાયરીમાં 15 પેજનું લખાણ મળી આવ્યું હતું. તેમાં PI ખાચર સાથે પ્રેમસંબંધ હોવાની હકીકત સામે આવી હતી.

અંતિમ સંસ્કાર PI બી.કે. ખાચર કરે

મૃતક પાસેથી મળી આવેલી સુસાઈડ નોટમાં લખેલું હતું કે, તેનો અંતિમ સંસ્કાર PI બી.કે. ખાચર કરે. ત્યારે આ મામલાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીઘો હતો. અમદાવાદ પોલીસ મહિસાગરના ડેભારી ગામે પહોંચી હતી અને પરિવારના નિવેદન લીધા હતા.

Advertisement

આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

આ મામલે PI બી.કે.ખાચરે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી અને આ આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે. જામીન અરજીમાં આરોપી PI બી.કે.ખાચરે રજૂઆત કરી હતી કે મૃતકને કાયદેસરની સહાય મેળવવી હોવાથી સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ સહાય બાદ પણ યુવતીએ સંપર્ક ચાલુ રાખ્યાની ખાચરે રજૂઆત કરી હતી. કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાનો ખાચરનો ઉદ્દેશ્ય હતો તેવી રજૂઆત કરાઇ હતી. ખાચરને પત્ની, 2 પુત્ર,1 પુત્રી હોવાથી તપાસમાં સહકાર આપવાની રજૂઆત કરી હતી અને સંબધિત કેસમાં આગોતરા મળે તો સંપૂર્ણપણે તપાસમાં સહકારની પણ ખાતરી આપી હતી.

Advertisement

આ પણ વાંચો-----Ahmedabad Crime News: EOW ના PI બી.કે. ખાચરે કોર્ટમાં અરજી કરી સહકાર આપવા કરી વિનંતી

આ પણ વાંચો----મહિલા ડૉકટર આત્મહત્યા કેસ : પોલીસને એક અઠવાડિયા પછી પણ ખબર નથી ક્યા છે PI ખાચર

આ પણ વાંચો----Dr. Vaishali Joshi case : PI બી.કે. ખાચરની વધી શકે છે મુશ્કેલીઓ! નોંધાઈ શકે છે દુષ્પ્રેરણાની ફરિયાદ

આ પણ વાંચો----VAISHALI JOSHI CASE : PI બી.કે.ખાચરની જામીન અરજી પર સુનાવણી

Tags :
Advertisement

.