Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદના નહેરુ બ્રિજ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા નેહરુ બ્રિજ વિસ્તારમાંથી 50 લાખની ચીલઝડપની ઘટના બની છે. નહેરુ બ્રિજ પાસે 50 લાખ રૂપિયા રોકડા લઈને જતા આંગડિયા પેઢીના કર્મચારીને એક્ટિવા ઉપર આવેલા ત્રણ શખસોએ આત્રીને બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. મળતી જાણકારી અનુસાર, આંગડિયા...
અમદાવાદના નહેરુ બ્રિજ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો  પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા નેહરુ બ્રિજ વિસ્તારમાંથી 50 લાખની ચીલઝડપની ઘટના બની છે. નહેરુ બ્રિજ પાસે 50 લાખ રૂપિયા રોકડા લઈને જતા આંગડિયા પેઢીના કર્મચારીને એક્ટિવા ઉપર આવેલા ત્રણ શખસોએ આત્રીને બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.

Advertisement

મળતી જાણકારી અનુસાર, આંગડિયા પેઢી ચલાવતો કર્મચારી 50 લાખ રૂપિયા રોકડ ભરેલી બેગ લઈને નહેરુ બ્રિજ તરફ આવી રહ્યો હતો. તે સમયે એક એક્ટિવા ઉપર આવેલા ત્રણ શખસોએ તેમના વાહનને રોક્યો હતો. આંગડિયા પેઢીનો કર્મચારી કંઈ સમજે તે પહેલા જ તેની પાસેથી 50 લાખ રોકડ ભરેલી બેગ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતા શહેરના ઉચ્ચ અધિકારીઓએ અલગ અલગ જગ્યાએ નાકાબંધી શરૂ કરી છે. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લાગી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અમદાવાદના સીજી રોડ પર એક આંગડિયા પેઢીની કિંમતી વસ્તુની લૂંટ થઈ હતી.

Advertisement

આ પણ વાંચો : રાજકોટમાં ATS ને મળી મોટી સફળતા, અંદાજે 200 કરોડથી વધુના ડ્રગ્સ સાથે એકની ધરપકડ

Advertisement
Tags :
Advertisement

.