તપાસ થાય તો વધુ એક પરીક્ષાનું કૌભાંડ બહાર આવી શકે છે
અહેવાલ - નથુ રામદા, જામનગર
જામનગર નજીક ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલ મેઘડી ગામની સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંસ્થા વધુ એક વખત વિવાદમાં આવી છે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શહેરની જુદી જુદી કોલેજોમાં પરીક્ષાઓ ચાલી રહી છે. નાઘેડીની આ સંસ્થામાં કોલેજના એક્સનલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે ગદ્દ તા 4ના રોજ એક સાથે ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષાખંડની બહાર એટલે કે અન્ય રૂમમાં ગાઈડમાંથી પેપર લખતા આબાદ પકડાઈ ગયા હતા.
જેને લઇને કોલેજો સત્તાધીશોએ તાત્કાલિક ત્રણેય વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કર્યો હતો. જ્યારે ગઈકાલે બેચલર ઓફ આર્ટસની (BA) પરીક્ષા આપતો અન્ય એક વિદ્યાર્થી પણ ચોરી કરતા પકડાયો હતો. સંસ્થાના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ પિયુષ પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ ત્રણેય વિદ્યાર્થીઓ સૌચક્રિયાના બહાને ક્લાસરૂમમાંથી બહાર નીકળ્યા હતા અને પેપર તથા ઉત્તરવહી પણ સાથે લઈ ગયા હતા.
દરમિયાન આ ત્રણેય વિદ્યાર્થીઓ અન્ય રૂમમાં ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા ત્રણેય સામે કોપી કેસ કરવામાં આવ્યા છે તો બીજી તરફ પટેલે સંસ્થા દ્વારા પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાના આક્ષેપોને ફગાવ્યા છે. પરીક્ષામાં ચોરી કરાવવામાં આવી રહી હોવાની વિગતોને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી પણ નિર્માણમાં આવી હોવાને વિગતો સામે આવી રહી છે આ તપાસ બાદ સમગ્ર સત્ય બહાર આવશે એવી પણ શક્યતા છે.
બીજી તરફ જે ઉમેદવાર ચોરી કરતા પકડાયો છે તે ઉમેદવાર રાજકીય વર્ગ ધરાવતો હોવાની વિગતો પણ સામે આવી છે બની શકે રાજકીય દબાણ હેઠળ આ વિદ્યાર્થીને અલગથી બેઠક વ્યવસ્થા આપી ચોરી કરાવવામાં આવતી હોય પરંતુ યુનિવર્સિટી દ્વારા તપાસ કરવામાં આવે તો સંપૂર્ણ વિગતો બહાર આવશે.
આ પણ વાંચો : તલાટીની પરીક્ષા સુપેરે પાર પડે તે માટે ઈન્ટેલિજન્સ વિભાગની પણ વૉચ