AHMEDABAD : ગાય માતાને ભારતની રાષ્ટ્રમાતા જાહેર કરવાની ફરી એકવાર માંગ ઉઠી, વાંચો અહેવાલ
ગાય માતાને ભારતની રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ફરી એકવાર ઉઠી છે. અમદાવાદમાં અદ્વૈદ આશ્રમમાં સાધુ સંતોમાં મળેલી બેઠકમાં ગાયને બંધારણીય રીતે રાષ્ટ્ર માત્ર જાહેર કરવાની અંગ કરવામાં આવી છે. જેને લઇને સાધુ દ્વારા પ્રતિષ્ઠા આંદોલન શરૂ કરવામાં આવશે. આ આંદોલનમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ તરીકે કાલિદાસ મહારાજની નિમણૂક કરવામાં આવી છે.
આગામી સમયમાં સાધુ દ્વારા પ્રતિષ્ઠા આંદોલન શરૂ કરવામાં આવશે, જેમાં દરેક જિલ્લા સ્તરે સંતોની સમિતિ બનશે અને આ સમિતિ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેને લઈને કલેક્ટરને આવેદન આપવામાં આવશે તેમજ તમામ ગ્રામ પંચાયતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો ઠરાવ કરવાની માંગ કરવામાં આવશે, જેને લઈને લોકજાગૃતિ તેના કાર્યક્રમો પણ યોજાશે. ચાર જાન્યુઆરીના રોજ વૃંદાવનમાં 11 નિષ્ણાંતોની બેઠક મળશે. ત્યારબાદ દિલ્હીની અંદર 8 દિવસ્ય અશ્વમેઘ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ યજ્ઞ બાદ તમામ સાધુ-સંતો વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને દરેક રાજ્યના મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવશે. 10 માર્ચના રોજ તમામ સાધુ સંતો દિલ્હી ખાતે મોટું આંદોલન કરશે.
આ પણ વાંચો -- DAMAN : 31 ડીસેમ્બર આવતા દમણ ધમધમતું થયું, જાણો નવા વર્ષની ઉજવણી લઈને કેવો છે માહોલ