AHMEDABAD : ભાડૂઆતે મકાન માલિકના સાથે જ કરી છેતરપિંડી, ખાતામાંથી રૂ. 4.10 ઉઠાવ્યા
AHMEDABAD : અમદાવાદના ( AHMEDABAD ) નરોડામાંથી હવે ભાડૂઆતે મકાન માલિક સાથે છેતરપિંડી કરી હોય તેવી ઘટના સામે આવી છે. ભાડૂઆતે અહી મકાન માલિકની જાણ બહાર સહી કરેલ ચેક મેળવી રૂ. 4.10 લાખની ઉઠાંતરી કરી હતી. સમગ્ર ઘટના એમ છે કે, નરોડામાં રહેતો ભાડૂઆત મકાન માલીકના તમામ કામો કરતો હતો અને બેંકની વિગતો પણ જાણતો હતો. જેથી ભાડૂઆતે મકાન માલીકની જાણ બહાર સહી કરેલ ચેક મેળવી લીધો હતો અને મકાન ખાલી કર્યાના થોડા મહિના બાદ ચેક ભરી રૂ. 4.10 લાખ પોતાના ખાતામાં મેળવી લીધા હતા. જેથી મકાન માલીકે ભાડૂઆતને પુછતા તેણે પૈસાની જરૂર હોવાથી ઉપાડ્યા હોવાનું કબુલ કર્યું હતુ અને પૈસા પરત આપવા જણાવ્યું હતું. પરંતુ પૈસા પરત ન આપતા આ અંગે મકાન માલિકે નરોડા પોલીસ સ્ટેશનમાં ભાડૂઆત સામે ફરિયાદ નોધાવી છે.
નરોડામાં બીજલબેન ચૌધરી પિતાજી સાથે રહે છે. ગત 15 માર્ચે બીજલબેનના પિતાના ખાતામાંથી 4.10 લાખ રૂપિયા ડેબીટ થયાનો મેસેજ આવ્યો હતો. જેથી તેમણે બેંકમાં ચેક કરાવતા તેમના ખાતામાં રાધેશ્યામ ગોવર્ધનભાઇએ ચેક નાંખી પૈસા લીધા હોવાનું સામે આવ્યું હતું. આ રાધેશ્યામ થોડા સમય પહેલાં બીજલબેનના મકાનમાં ભાડે રહેતા હતા અને પિતાનું કામ કાજ કરતા હતા. ચેક બુકની વિગતો પણ રાધેશ્યામ જોતો હતો. જેથી તાત્કાલીક રાધેશ્યામને ફોન કર્યો હતો. ત્યારે તેણે જણાવ્યું હતું કે, સહી વાળો એક ચેક હતો અને પૈસાની ખુબ જ જરૂર હોવાથી તે ચેક અમે બેંક એકાઉન્ટમાં ભરી દીધો હતો. પરંતુ તે પૈસા થોડા જ સમયમાં તેણે પરત આપવાની ખાતરી આપી હતી. જેથી બીજલબેને વારંવાર રાધેશ્યામને પૈસા પરત આપવા જણાવ્યું હતું. પરંતુ તે ગલ્લાં તલ્લાં કરતો હતો. પછી તો તેણે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હતુ. જેથી કંટાળીને બીજલબેને નરોડા પોલીસ સ્ટેશનમાં રાધેશ્યામ સામે છેતરપિંડીની ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અહેવાલ : પ્રદીપ કચિયા
આ પણ વાંચો : TPO મનસુખ સાગઠીયાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો આવ્યો સામે