Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rahul Gandhi ના મુખ્ય કાર્યક્રમનો અમદાવાદ પોલીસે ફ્લૉપ શો બનાવ્યો

Rahul Gandhi : અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે થયેલી જૂથ અથડામણ સહિતના મુદ્દે રાહુલ ગાંધી આજે અમદાવાદ આવ્યા હતા. ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારાના હિંસક બનાવ બાદ એલિસબ્રિજ પોલીસે (Ellisbridge Police) સરકાર તરફે ફરિયાદ નોંધી 5 કોંગી કાર્યકરોની ધરપકડ કરી...
rahul gandhi ના મુખ્ય કાર્યક્રમનો અમદાવાદ પોલીસે ફ્લૉપ શો બનાવ્યો
Advertisement

Rahul Gandhi : અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે થયેલી જૂથ અથડામણ સહિતના મુદ્દે રાહુલ ગાંધી આજે અમદાવાદ આવ્યા હતા. ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થયેલા પથ્થરમારાના હિંસક બનાવ બાદ એલિસબ્રિજ પોલીસે (Ellisbridge Police) સરકાર તરફે ફરિયાદ નોંધી 5 કોંગી કાર્યકરોની ધરપકડ કરી હતી. કૉંગ્રેસની ફરિયાદ નહીં નોંધવાના મામલે Rahul Gandhi એ અમદાવાદ આવવાનું એલાન કર્યું હતું. રથયાત્રા ટાણે રાહુલ ગાંધીની મુલાકાતની જાણકારી મળતા અમદાવાદ પોલીસ તણાવમાં હતી. Rahul Gandhi વાસણા પોલીસ સ્ટેશન (Vasna Police Station) ખાતે રિમાન્ડ પર રહેલા પાંચ કાર્યકરોની મુલાકાત ના લઈ શકે તે માટેનો તખ્તો અમદાવાદ પોલીસે રાતોરાત ગોઠવી નાંખ્યો. પોલીસે કેવી રીતે Rahul Gandhi ના મહત્વના કાર્યક્રમને ફ્લૉપ શૉ (Flop Show) માં ફેરવી નાંખ્યો. વાંચો અહેવાલ...

Rahul Gandhi શા માટે અમદાવાદની મુલાકાતે આવ્યા ?

લોકસભામાં વિપક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના (Rahul Gandhi) હિંદુ અંગેની ટિપ્પણી બાદ ભારે વિવાદ થયો હતો. ગત 2 જુલાઈના રોજ અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે BJP VHP ના કાર્યકરોએ વહેલી પરોઢ પહેલાં Rahul Gandhi ના પોસ્ટર કાળી શાહી લગાવી હતી. ત્યારબાદ બપોરના અરસામાં BJP VHP ના કાર્યકરો ફરીથી પાલડી રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) ખાતે પહોંચ્યા હતા અને ત્યાં BJP VHP અને કૉંગ્રેસ (Congress) ના કાર્યકરો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ મામલે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) કરેલી ભેદભાવપૂર્ણ કાર્યવાહીથી નારાજ Rahul Gandhi એ અમદાવાદ આવવાનું એલાન કર્યું હતું. રાયોટિંગ કેસ (Rioting Case) માં અમદાવાદ પોલીસે ધરપકડ કરેલા 5 કૉંગી કાર્યકરોની મુલાકાત લેવાનો Rahul Gandhi નો મુખ્ય કાર્યક્રમ પૈકીનો એક પ્રોગ્રામ હતો. આ ઉપરાંત Rajkot અગ્નિકાંડ, Vadodara હરણી બોટકાંડ, Morbi ઝૂલતા પુલ દુર્ઘટના, Surat તક્ષશિલાના પીડિતોના પરિવારજનોની મુલાકાત કરવાનો કાર્યક્રમ હતો.

Advertisement

સમાચાર મળતા જ પોલીસ અધિકારીઓ ટેન્શનમાં

ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ (FIR) નહીં નોંધવામાં આવતા Rahul Gandhi એ અમદાવાદ મુલાકાતનું એલાન કરી દીધું. રાજ્યના સૌથી મોટા બંદોબસ્તમાં ઘડીઓ ગણતી અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) રાહુલ ગાંધીની મુલાકાતની વાત કાને પડતા તણાવમાં આવી ગઈ હતી. એમાંય ખાસ કરીને, Rahul Gandhi ભાજપની હિંસાના પીડિત કાર્યકરોને મળવા પોલીસ સ્ટેશન ખાતે જશે. આ માહિતીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓના હોશ ઉડાવી દીધા હતા. 7 જુલાઈના રોજ નીકળનારી રથયાત્રા (Rath Yatra) ના આગળના દિવસે Rahul Gandhi અમદાવાદ આવવાના સમાચાર નક્કર બનતા ગુજરાત સરકાર (Gujarat Government) પણ એક તબક્કે ટેન્શનમાં આવી ગઈ હતી.

Advertisement

મુખ્ય કાર્યક્રમનું કેવી રીતે કર્યું સૂરસૂરિયું

Rahul Gandhi નો વાસણા પોલીસ સ્ટેશન ખાતે રિમાન્ડ પર રહેલા કાર્યકરોને મળવાનો કાર્યક્રમ અમદાવાદ શહેર પોલીસ પાસે 5 જુલાઈના શુક્રવારે જ આવી ગયો હતો. રાહુલ ગાંધી પોલીસ કસ્ટડી (Police Custody) માં રહેલા કાર્યકરોને મળવા જાય તે મુખ્ય કાર્યક્રમ પૈકીનો એક હતો. આ કાર્યક્રમને કેવી રીતે નિષ્ફળ બનાવવો તે અમદાવાદ પોલીસ માટે પ્રથમ લક્ષ્ય હતું. કૉંગી કાર્યકરોના રિમાન્ડ બપોરે 4 કલાક આસપાસ પૂર્ણ થતાં હોવાથી Rahul Gandhi બપોરે એક કલાકે તેમને મળવા જવાના હતા. અમદાવાદ પોલીસ સવારે ઉઘડતી કોર્ટે કૉંગી કાર્યકરોને લઈને અદાલતમાં પહોંચી ગઈ હતી. પોલીસે વધુ રિમાન્ડ નહીં માગતા અદાલતે તમામ આરોપીઓને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો. કૉંગી કાર્યકરોને અમદાવાદ સેન્ટ્રલ જેલ (Central Jail Ahmedabad) માં મોકલી દેવાતા Rahul Gandhi ના કાર્યક્રમનું પોલીસે સૂરસૂરિયું કરી નાંખ્યું.  રાહુલ ગાંધીના કાર્યક્રમને નિષ્ફળ બનાવવાનો પ્લાન અમદાવાદના બે-ચાર પોલીસ અધિકારીઓ સિવાય કોઈની પણ જાણમાં આવવા દીધો ન હતો.

આ પણ વાંચો - Rahul Gandhi : અમારી ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું

Tags :
Advertisement

.

×