Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે પ્રથમ ક્વોલિફાયર, 3 હજારથી વધુ પોલીસ જવાન ખડેપગે રહેશે હાજર

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાશે મેચ મેચને પગલે સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે 5 DCP, 10 ACP સહિત 3 હજારથી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં રહેશે સ્ટેડિયમની અંદરની તરફ 800થી વધુ ખાનગી કંપનીના...
ahmedabad   નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે પ્રથમ ક્વોલિફાયર  3 હજારથી વધુ પોલીસ જવાન ખડેપગે રહેશે હાજર
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાશે મેચ
  • મેચને પગલે સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે
  • 5 DCP, 10 ACP સહિત 3 હજારથી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં રહેશે
  • સ્ટેડિયમની અંદરની તરફ 800થી વધુ ખાનગી કંપનીના સિક્યોરિટી પણ રહેશે

AHMEDABAD : અમદાવાદમાં આજે IPL ની પ્રથમ ક્વોલિફાયર આજરોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઇસર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ જોવા માટે ફેન્સનો જમાવડો જામશે તેમાં કોઈ શંકા નથી, ત્યારે સ્ટેડિયમ ખાતે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવશે. સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન કોઈ ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે. ચાલો જાણીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કેવા છે સુરક્ષાના બંદોબસ્ત.

Advertisement

NARENDRA MODI STADIUM, AHMEDABAD

 NARENDRA MODI STADIUM, AHMEDABAD

સ્ટેડિયમના અંદર અને બહાર રહેશે ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદમાં આજે પ્રથમ ક્વોલિફાયર કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઇસર્સ વચ્ચે રમાવવાની છે. કાલે એલિમિનેટર જે બેંગલુરુ અને રાજસ્થાન વચ્ચે રમાવાવાની છે. આ બંને ખૂબ જ અગત્યની મેચ હોવાની છે. આજે જે ક્વોલિફાયર 1 રમાવાની છે તેના માટે સ્ટેડિયમની અંદર અને બહાર પોલીસ અને ખાનગી સિક્યોરિટી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનારો છે. આ મેચ દરમિયાન કોઈ ઘટના ન બને તે માટે પોલીસ ટીમનો મોટો કાફલો સ્ટેડિયમ ખાતે હાજર રહેવાનો છે. જેમાં 5 DCP, 10 ACP સહિત 3 હજારથી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં તૈનાત રહેશે. વધુમાં સ્ટેડિયમની અંદરની તરફ 800 થી વધુ ખાનગી કંપનીના સિક્યોરિટી પણ ખડેપગ હાજર રહેશે.

Advertisement

અમદાવાદ એરપોર્ટથી કાલે ઝડપાયા હતા ચાર આતંકવાદી

નોંધનીય છે કે, ગઇકાલે મેચ પહેલા અમદાવાદના એરપોર્ટ ઉપરથી ISIS ના ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આતંકવાદીઓની કથિત રીતે ISIS સાથે સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.ચારેય આરોપી શ્રીલંકન નાગરિક હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેઓ શ્રીલંકાથી ચેન્નાઇ અને ચેન્નાઇથી અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : Ahmedabad એરપોર્ટ પર IPL ની 3 ટીમો પહોંચે તે પહેલા પહોંચ્યા આતંકવાદી અને અચાનક…

Advertisement

Tags :
Advertisement

.