Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : પતિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો, પરિણીતાએ દહેજ પેટે રૂપિયા 43 લાખ આપ્યા છત્તા સાસરિયાઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું 

AHMEDABAD : AHMEDABAD ના ગોતામાં રહેતી 36 વર્ષીય પરિણીતાને તેના સાસરીયાઓને લાખો રૂપિયા દહેજ આપ્યુ છતા પણ વધુ દહેજની માંગણી કરીને ત્રાસ આપતા હતા. પતિ અવાર નવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. પરિણીતા વિરોધ કરે તો પણ બળજબરી કરતો હતો....
ahmedabad   પતિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો  પરિણીતાએ દહેજ પેટે રૂપિયા 43 લાખ આપ્યા છત્તા સાસરિયાઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું 

AHMEDABAD : AHMEDABAD ના ગોતામાં રહેતી 36 વર્ષીય પરિણીતાને તેના સાસરીયાઓને લાખો રૂપિયા દહેજ આપ્યુ છતા પણ વધુ દહેજની માંગણી કરીને ત્રાસ આપતા હતા. પતિ અવાર નવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. પરિણીતા વિરોધ કરે તો પણ બળજબરી કરતો હતો. પરિણીતાની શારીરિક હાલત સારી ન હોવા છત્તા પતિ પરિણિતાને માર મારતો હતો. આ અંગે સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પતિ અવાર નવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો

શહેરમાં ગોતામાં રહેતી 36 વર્ષીય મહિલાના વર્ષ 2007 માં મહેસાણાના એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના ત્રણેક મહિના બાદથી સાસરિયાઓ વાંક કાઢીને મહેણા ટોણા મારતા હતા. અવાર નવાર પિતાના ઘરેથી રૂપિયા લઇ આવવાનું કહીને દહેજની માગણી કરવાનું શરૂ કર્યું હતું. પતિ અવાર નવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. મહિલા વિરોધ કરે તો તે બળજબરી કરતો હતો. સમાજમાં આબરૂ જવાના ડરથી મહિલાએ આ વાતની જાણ કોઇને કરી ન હતી.

મહિલાએ ટુકડે ટુકડે રૂ.43 લાખ આપ્યા છત્તા સાસરિયાઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું

મહિલાના સાસરિયાઓએ દહેજ પેટે રૂપિયા માગતા તેણે ટુકડે ટુકડે રૂ.43 લાખ આપ્યા હોવા છતાંય તેને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાએ પુત્રને જન્મ આપ્યો ત્યારબાદ સાસરિયાએ સુખેથી રહેવા માટે પિતાના ઘરેથી રૂપિયા લઇ આવવાનું કહીને પરિણીતાને ત્રાસ આપ્યો હતો. મહિલાનો પતિ બહારગામ નોકરી અર્થે જતા મહિલા પણ તેની સાથે ગઇ હતી. જ્યાં તેના પતિએ તેને ખૂબ જ માર મારતાં મહિલાએ તેના પિતાને આ બાબતની જાણ કરી હતી. તેના પિતા તેને પિયરમાં લઇ આવ્યા હતાં. જ્યાં કેટલાક સમય માટે રહ્યા બાદ સમાધાન થતાં મહિલા પરત સાસરીમાં રહેવા માટે ગઇ હતી. જો કે થોડા સમય બાદ ફરી તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આમ, મહિલાના પિતાએ ટુકડે ટુકડે રૂ.51 લાખ જેટલા રૂપિયા આપ્યા હોવા છતાં અવાર નવાર મહિલાના સાસરિયાઓ રૂપિયાની માગણી કરીને ત્રાસ ગુજારતા હતા. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીયા વિરુધ ફરીયાદ નોંધાવી હતી.

Advertisement

અહેવાલ : દીર્ઘાયુ વ્યાસ 

આ પણ વાંચો : Junagadh : પોલીસની 5 ટીમોના દરોડા પણ ગણેશ ગોંડલ હજું પકડાતો નથી

Advertisement

Tags :
Advertisement

.