Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયાસ

અહેવાલ - રીમા દોશી, અમદાવાદ અમદાવાદમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયાસ કરાયો છે. અમદાવાદમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ બાદ શહેરને પ્લાસ્ટિક વેસ્ટ મોટા પ્રમાણમાં મળ્યું છે. AMC અને કોકોકોલ ફાઉન્ડેશને નવીન કર્યો પ્રયાસ પ્લાસ્ટિક મટિરિયલથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવાનો...
ahmedabad  વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયાસ

અહેવાલ - રીમા દોશી, અમદાવાદ

Advertisement

અમદાવાદમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયાસ કરાયો છે. અમદાવાદમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ બાદ શહેરને પ્લાસ્ટિક વેસ્ટ મોટા પ્રમાણમાં મળ્યું છે.

AMC અને કોકોકોલ ફાઉન્ડેશને નવીન કર્યો પ્રયાસ

Advertisement

પ્લાસ્ટિક મટિરિયલથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવાનો AMC અને કોકોકોલ ફાઉન્ડેશને એક નવીન પ્રયાસ કર્યો છે. ફાઇનલ મેચના દિવસે સ્ટેડિયમની બહાર અને અંદર મળી 1 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર થયો હતો. જેને પ્રોસેસ કરીને 10 બાંકડા અને 500 જેકેટ બનાવવામાં આવ્યા છે.

પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કર્યો હતો

Advertisement

AMCના સોલિડ મેનેજમેન્ટના કર્મચારીઓએ પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કર્યો હતો. જેના એકત્રીકરણ બાદ જાણીતી વૈશ્વિક ઠંડાપીણાની કંપનીએ અનુકરણીય પગલું લઈને તેમાંથી બાંકડા અને જેકેટ બનાવ્યા છે.

જેકેટ સફાઈ કર્મચારીઓને આપવામાં આવશે

બાંકડા ગાર્ડન વિભાગને સોંપવામાં આવ્યા અને જેકેટ સફાઈ કર્મચારીઓને આપવામાં આવશે. એક બાંકડા માટે 50 kg પ્લાસ્ટિક તો એક જેકેટ માટે 50 બોટલ નો વપરાશ થયો છે. અગાઉ પણ મનપા એ ભંગારનો ઉપયોગ કરીને શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર સકલ્પચર મુક્યા હતા.

આ પણ વાંચો -  Gondal: ડૈયા રોડ પર અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ

Tags :
Advertisement

.