Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : નિકોલના વેપારી સાથે ઠગ દંપતિએ કરી 37.28 લાખની ઠગાઇ, જાણો સમગ્ર મામલો

AHMEDABAD : AHMEDABAD ના નિકોલના વેપારી સાથે ગાંધીનગરના ઠગ દંપતીએ માલસામાન ખરીદીને કુલ રૂ. 37.28 લાખ આપીને ઠગાઇ આચરી છે. જેમાં શરૂઆતમાં વિશ્વાસ કેળવવા દંપતીએ સમયસર રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ બાદમાં વાયદા કરવા લાગ્યા હતા અને ઓફિસ પણ બંધ કરી...
ahmedabad   નિકોલના વેપારી સાથે ઠગ દંપતિએ કરી 37 28 લાખની ઠગાઇ  જાણો સમગ્ર મામલો
AHMEDABAD : AHMEDABAD ના નિકોલના વેપારી સાથે ગાંધીનગરના ઠગ દંપતીએ માલસામાન ખરીદીને કુલ રૂ. 37.28 લાખ આપીને ઠગાઇ આચરી છે. જેમાં શરૂઆતમાં વિશ્વાસ કેળવવા દંપતીએ સમયસર રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ બાદમાં વાયદા કરવા લાગ્યા હતા અને ઓફિસ પણ બંધ કરી દીધી હતી. તેમજ ફોન પણ બંધ કરી નાખ્યા હતા. આ અંગે વેપારીએ ઠગ દંપતિ સામે AHMEDABAD ના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

 AHMEDABAD ના નિકોલમા રહેતા 37 વર્ષીય જગદીશકુમાર પરિહાર લોખંડની પાઇપનો લે-વેચનો ધંધો કરે છે. ગત વર્ષ 2018માં તેમના મિત્ર જગદીશ પંચાલે ગાંધીનગરના શ્રી મણીભદ્ર ફ્રેબીકર્ટસના માલિક હિતેષ પંચાલ સાથે તેમની મુલાકાત કરાવી હતી. હિતેષ સાથે તેની પત્ની રૂતુજા પણ ધંધો સંભાળતી હતી. ત્યારબાદ જગદીશકુમાર અને હિતેષ વચ્ચે ધંધાકીય વાતો થઇ હતી. અને હિતેષ અવારનવાર જગદીશકુમાર પાસેથી લોખંડની પાઇપ, ચેનલ જેવી અનેક વસ્તુઓ ખરીદીને સમયસર રૂપિયા ચૂકવી આપતા હતા. જેથી જગદીશકુમારને તેની પર વિશ્વાસ આવ્યો હતો.

Advertisement

હિતેષે ગત એપ્રિલ થી સપ્ટેમ્બર 2022 સુધી કુલ રૂ. 1.42 કરોડનો માલસામાન ખરીધ્યો હતો. જેમાં કુલ રૂ. 1.04 કરોડ ચૂકવ્યા હતા જ્યારે બાકીના કુલ રૂ. 37.28 લાખ બાદમાં આપવામાં જણાવ્યુ હતુ. પરંતુ ઘણા સમય બાદ જગદીશકુમારે હિતેષ અને તેની પત્ની પાસે રૂપિયાની ઉઘરાણી કરતા વાયદા કરવા લાગ્યા હતા અને જૂન 2022 માં ઓફિસ પણ બંધ કરી નાખી હતી. તેમજ બંનેના નંબરો પણ બંધ આવતા હતા. જેથી જગદીશકુમારને તેમની સાથે ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે જગદીશકુમારે ઠગ દંપતિ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

અહેવાલ - પ્રદીપ કચિયા 

Advertisement

આ પણ વાંચો : GUJARAT WEATHER : હવે રાજ્યમાં 8 જૂન બાદ ગરમીનું પ્રમાણ ઘટવાની શક્યતા, આજથી 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે

Advertisement
Tags :
Advertisement

.