ABVP Karnavati : રામોત્સવ કાર્યક્રમ અંતર્ગત શ્રી રામની કૃતિ બનાવવામાં આવી
ABVP Karnavati : દેશભરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમવારે અયોધ્યા ખાતે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી. ત્યારે તમામ ભક્તો માટે આ એક ઐતિહાસિક ક્ષણ બની ગયો હતો. અને દેશભરમાં આ ઐતિહાસિક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો 500 વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા.
શ્રી રામની કૃતિ બનાવવામાં આવી
રામ લલાના આગમનની ખુશી તમામ ભક્તો અલગ અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે. વિવિધ કાર્યક્રમો દ્વારા ભક્તો તેમનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. અને ભક્તોનો ઉત્સાહ ફક્ત અયોધ્યા પૂરતો સીમિત નથી. સમગ્ર દેશ રામમયમાં લીન થઈ ગયો છે. ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ABVP Karnavati દ્વારા સાલ કોલેજમાં રામોત્સવ કાર્યક્રમ અંતર્ગત વકતવ્ય અને હ્યુમન ચેન દ્વારા શ્રી રામની કૃતિ બનાવવામાં આવી હતી. સમગ્ર દેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાની ભગવાન રામ પ્રત્યેની ભક્તિ પ્રદર્શીત કરી રહ્યો છે. અંદાજે 500 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ અયોધ્યામાં પરત ફરી રહ્યા છે ત્યારે અપારસંઘર્ષ અને બલિદાન બાદ બનેલા આ મંદિર પ્રત્યે લોકોમાં ભારે અહોભાવ જોવા મળી રહ્યો છે. અને એટલે જ ABVP Karnavati દ્વારા સાલ કોલેજમાં રામોત્સવ કાર્યક્રમ અંતર્ગત વકતવ્ય અને હ્યુમન ચેન દ્વારા શ્રી રામની કૃતિ બનાવવામાં આવી હતી. 22 જાન્યુઆરીએ દેશભરમાં જાણે કે દિવાળીનો તહેવાર ઉજવાયો હતો અને લોકોએ દિવા પ્રગટાવ્યા હતા તથા ફટાકડા પણ ફોડ્યા હતા. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને સમગ્ર દેશ જાણે કે રામ મય બન્યો હતો.
આ પણ વાંચો - રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સ્મૃતિ હંમેશા જીવનમાં રહેશે : PM Modi
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ