Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીનાથગઢ ગામમાંથી ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો ઝડપાયો

અહેવાલ - વિશ્વાસ ભોજાણી એસ.ઓ.જી શાખાના પીઆઈ બી.સી. મિયાત્રા સ્ટાફ સાથે સુલતાનપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો.હેડ કોન્સ ભગીરથસિહ જાડેજા તથા અરવિંદભાઇ દાફડાને ખાનગી રાહે હકિકત મળેલ કે કેતનભાઇ જેન્તીભાઇ જોધાણી રહે. શ્રીનાથગઢ તા.ગોંડલ વાળો શ્રીનાથગઢ ગામે ગોંડલ-વાસાવડ...
શ્રીનાથગઢ ગામમાંથી ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો ઝડપાયો

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

એસ.ઓ.જી શાખાના પીઆઈ બી.સી. મિયાત્રા સ્ટાફ સાથે સુલતાનપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો.હેડ કોન્સ ભગીરથસિહ જાડેજા તથા અરવિંદભાઇ દાફડાને ખાનગી રાહે હકિકત મળેલ કે કેતનભાઇ જેન્તીભાઇ જોધાણી રહે. શ્રીનાથગઢ તા.ગોંડલ વાળો શ્રીનાથગઢ ગામે ગોંડલ-વાસાવડ રોડ ઉપર આવેલ સપના હોટલના પાછળના ભાગે પોતાની માલીકીની ખેતીની જમીનમાં ઓરડી બનાવી તેમા ગેરકાયદેસર ફ્યૂલ પંપ ઉભો કરી લોખંડના મોટા સ્ટોરેજ ટાંકાઓ બનાવી અને બહારથી પેટ્રોલીયમ જ્વલનશીલ પદાર્થનો જથ્થો મંગાવી ભેળસેળયુક્ત ઇંધણ વાહનોની ફ્યૂલ ટેંકમાં તથા બેરલોમાં ભરી આપી વેચાણ કરે છે.

તેવી ચોક્કસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે રેઇડ કરતા આરોપી ગેરકાયદે ટ્રાવેલ્સ બસ માં જ્વલનશીલ પ્રવાહી ઇંધણ તરીકે ભરતા મળી આવ્યો હતો. આરોપી પાસેથી આ દરમિયાન જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો આશરે લીટર ૭,૨૦૬/-જેની કિ.રૂ. ૫,૫૪,૮૬૨/- તથા લોખંડનો સ્ટોરેજ ટાકો ફ્યૂલ પંપ,ઇલેક્ટ્રીક મોટર સહિત કુલ રૂ.૧૭,૫૯,૮૬૨/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement

પકડાયેલ આરોપી કેતન જેન્તીભાઇ જોધાણી ઉ.વ.-૩૧ ધંધો-વેપાર રહે શ્રીનાથગઢ તા. ગોંડલ નિલેશ દિનેશભાઇ સોલંકી ઉ.વ.-૨૭ ધંધો-ડ્રાઇવીંગ રહે બીલડી ગામ તા.ગોંડલ વાળાઓને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોદો પાડવામાં બી.સી.મિયાત્રા તથા એ.એસ.આઇ અતુલભાઇ ડાભી,પો.હેડ.કોન્સ. જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, હિતેષભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, અરવિંદભાઇ દાફડા, વિજયભાઇ વેગડ, રણજીતભાઇ ધાધલ, અમિતદાન સુરૂ, કાળુભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામીતથા નરશીભાઇ બાવળીયા જોડાયા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.