Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સગર્ભાએ સિવિલ ગેટ પર બાળકીને આપ્યો જન્મ, તબીબી સ્ટાફ થયો દોડતો

ડોકટર અને નર્સ સ્ટાફની હાજરી વગર એક સગર્ભાએ સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર જ બાળકીને જન્મ આપ્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગર્ભા પ્રસુતિના દર્દ સાથે સિવિલ આવા નીકળી હતી. પરંતુ તે ઓપરેશન થિયેટરમાં તબીબો સુધી પહોંચે તે પહેલાં જ તેને...
સગર્ભાએ સિવિલ ગેટ પર બાળકીને આપ્યો જન્મ  તબીબી સ્ટાફ થયો દોડતો

ડોકટર અને નર્સ સ્ટાફની હાજરી વગર એક સગર્ભાએ સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર જ બાળકીને જન્મ આપ્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગર્ભા પ્રસુતિના દર્દ સાથે સિવિલ આવા નીકળી હતી. પરંતુ તે ઓપરેશન થિયેટરમાં તબીબો સુધી પહોંચે તે પહેલાં જ તેને પ્રસુતિ થઈ ગઈ. વાત છે બિહારના વતની એવા રજનીકાંત ચૌધરીના પત્ની ગુડિયા ચૌધરીની. જેણે સિવિલના બિછાને બાળકીને જન્મ આપ્યો છે. સુરતના હજીરા વિસ્તારમાં આવેલ ઇન્ડિયન ઓઇલમાં ફિટરમેન તરીકે કામ કરી રહ્યા છે.

Advertisement

રજનીકાંત ચૌધરી અને તેઓ રહે છે સુરતના કવાસગામમાં ,જ્યાં તેમની પત્ની ગુડીયાને 9 મો મહિનો ચાલી રહ્યો હતો. આજે સવારે તેઓ સિવિલમાં ચેકઅપ માટે આવ્યા હતા, પરંતુ તબિયત સારી હોવાથી અને પ્રસુતિમાં વાર હોવાથી તબીબોએ ગુડિયાને પરત ઘરે મોકલી દીધી હતી. પરંતુ ઘરે પહોંચતા જ અચાનક જ પ્રસુતિની અસહ્ય પીડા શરૂ થઈ જતા ગુડિયા તેના પતિ સાથે ફરી સિવિલ આવવા માટે રિક્ષામાં નીકળી પડી હતી.

આ અંગે ગુડિયા ચૌધરીના પતિ રજનીકાંતે જણાવ્યું હતું કે, સિવિલ ગ્રામ્ય વિસ્તારથી થોડું દૂર હોવાથી ગુડિયાને પ્રસુતિની અસહ્ય પીડા સહન કરવી પડી હતી. અંતે 20 કિલો મીટર દૂર બન્ને પતિ પત્ની રીક્ષામાં સિવિલ પહોંચ્યા હતા. પરંતુ ગુડિયા સિવિલના અંદર જઇ ઓપરેશન થિયેટર સુધી પહોંચે અને તબીબ અને નર્સના સંપર્કમાં આવે તે પહેલા જ અશહ્ય દર્દના કારણે દુખાવો સહન ના થતા તેની પ્રસુતિ થઈ ગઈ હતી. જોકે ગુડિયા ચૌધરીની પ્રસુતિ થવાની ખબર સિવિલના તબીબોને થતા જ તાત્કાલિક નર્સિંગ સ્ટાફ અને તબીબો દોડતા થતા ગુડિયાને ઓપરેશન થિયેટરમાં લઈ જવાઇ અને તાત્કાલિક નવજાત જન્મેલી બાળકીની નાળ કાપીને બંને માતા પુત્રીને અલગ કરાયા હતા.

Advertisement

પતિ રજનીકાંતે કહ્યું હતું કે, લગ્ન ગાળો 11 વર્ષનો છે. પહેલા બે સંતાનોમાં દીકરી મોટી અને દીકરો નાનો અને હવે ફરી દીકરી આવી જેને કારણે ખુશીનો માહોલ પરિવારમાં છવાઈ ગયો છે. પ્રસુતિ અંગે જણાવતા વધુમાં તેમણે એ પણ ઉમેર્યું હતું કે, પત્ની ગુડિયાની સારવાર સિવિલના જ ગાયનેક વિભાગમાં ચાલી રહી હતી. 9 મહિના પુરા થઈ ગયા હતા. ગુડિયાની આ ત્રીજી પ્રસુતિ છે. પરંતુ ઘરે લષ્મીના બે અવતાર થઈ જતાં પરિવારમાં ખુબ જ આનંદ છે.

આ અંગે સિવિલના આર.એમ.ઓ. કેતન નાયકે જણાવ્યું હતું કે, રીક્ષા ચાલકની સૂઝબૂઝથી રીક્ષા ધીરે હંકારી સગર્ભા સિવિલ પહોંચ્યા હતા અને સિવિલના ગેટ ઉપર જ ખૂણામાં તેઓએ બાળકીને જન્મ આપ્યો હતો. જે બાદ સિવિલના સ્ટાફને જાણ થતાં મામલો ગંભીર લાગતા તાત્કાલિક માતા અને નવજાત બાળકીને લઈ તબીબો ટ્રોમાં સેન્ટર પહોંચ્યા બન્નેને ઓપરેશનમાં લઈ બાળકીની નાળ કાપી માતાથી અલગ કરી હતી. જોકે હાલ બન્ને તંદુરસ્ત હોવાનું સારવાર કરતા તબીબો પાસેથી જાણવા મળી રહ્યું છે.

Advertisement

વધુમાં સિવિલ RMO કેતન નાયકે કહ્યું હતું કે, બાળકી તંદુરસ્ત અને ખૂબ જ સરસ છે. નર્સ સ્ટાફને બાળકીને રમાડવાનું મન થતું હતું. જેથી સિવિલમાં બાળકીની કાળજી લેતી નર્સે પણ બાળકીને હાથમાં ઉપાડી તેને જન્મ દિવસની શુભકામના સાથે આશીર્વાદ આપ્યા હતા. બાળકીને હાથમાં ઉપાડતા જ અને બાળકીના મોઢા પર ધરતી પર આવ્યાના સ્મિથ જોઈ કામનો થાક જાણે તેઓનો ઉતરી ગયો હોવાનો નર્સે અનુભવ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો - Surat : મુંબઇની 190 હીરાની કંપનીઓ સુરત ડાયમંડ બુર્સ ખાતે ઓફીસ શરૂ કરશે

આ પણ વાંચો - સ્મીમેર હોસ્પિટલના MICU-1 ને તાળા લાગતા દર્દીઓ અટવાયા, ગરીબ દર્દીઓ અન્ય Hospital માં સારવાર કરાવવા થયા મજબૂર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

અહેવાલ - રાબિયા સાલેહ

Tags :
Advertisement

.