Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બનાસકાંઠાના કાંકરેજના આકોલીમાં દોઢ વર્ષની બાળકીનું મોત

Banaskantha: ઘણા કિસ્સાઓ એવા બનતા હોય છે જેનાથી માત્ર પરિવાર પર જ નહીં પણ સમગ્ર વિસ્તારમાં આઘાત જોવા મળી આવે છે. આવો જ એક બનાવ બનાસકાંઠા(Banaskantha) ના કાંકરેજમાં બન્યો છે. કાંકરેજમાં દોઢ વર્ષની બાળકીનું બોરની પાઇપમાં મોઢું ફસાઈ જતા બાળકીનું...
બનાસકાંઠાના કાંકરેજના આકોલીમાં દોઢ વર્ષની બાળકીનું મોત

Banaskantha: ઘણા કિસ્સાઓ એવા બનતા હોય છે જેનાથી માત્ર પરિવાર પર જ નહીં પણ સમગ્ર વિસ્તારમાં આઘાત જોવા મળી આવે છે. આવો જ એક બનાવ બનાસકાંઠા(Banaskantha) ના કાંકરેજમાં બન્યો છે. કાંકરેજમાં દોઢ વર્ષની બાળકીનું બોરની પાઇપમાં મોઢું ફસાઈ જતા બાળકીનું મોત નીપજ્યું છે. અહીં માત્ર અઢી વર્ષની બાળકીનું આ રીતે અચાનક મોત થવાથી પરિવારના માતમ છવાઈ ગયો છે.

Advertisement

આ બાળકી અને તેના પરિવારે ક્યારેય સપને પણ નહીં વિચાર્યું હોય કે મામાના ઘરે પ્રસંગમાં આવેલી આ બાળકી તેના ઘરે હવે નહીં જઇ શકે. આ માસૂમ ભાણી મામાના ઘરે પ્રસંગમાં આવી હતી. જય તેનું અણધાર્યું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મહેસાણાના મગુના ગામની પરિણીતા પોતાની અઢી વર્ષની દીકરી સાથે તેના પિયરમાં પ્રસંગ હોવાના કારણે આવી હતી.

ત્યારે આ બાળકીનું બોરની પાઇપમાં મોઢું ફસાઈ જતાં મોત નીપજ્યું હતું. આમ, આ દોઢ વર્ષની માસૂમ દીકરી આદ્યશ્રીબાનું મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

Advertisement

હમણાં થોડા સમય પહેલા પણ એક 3 વર્ષના બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. પરંતુ તેને ઘણા પ્રયત્નો કર્યા બાદ બચાવી લેવામાં આવી હતી. પરતું આ માસૂમ બનાસકાંઠા(Banaskantha) માં આ બાળકીને ના બચાવી શકતા તેનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચો- અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ટેક્સ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.