અંબાજીમાં વિદેશી ભક્તે ભારત વર્લ્ડકપ ફાઇનલમાં જીતે તેવી પ્રાર્થના કરી
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અંબાજી મંદિરમાં નવા વર્ષ અને દિવાળીના તહેવારમાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં સાત સમંદર પારથી પણ વિદેશી ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે. અને ભક્તિના રંગમાં રંગાઈ રહ્યા રહ્યા છે.
શક્તિપીઠ અંબાજી ખાતે દિવાળીના મીની વેકેશનમાં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે. અને નવ વર્ષની શરૂઆત કરી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે ભારત દેશના અલગ અલગ રાજ્યોથી ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
ત્યારે સાત સમુંદર પાર થી યુરોપ ખંડના ફ્રાન્સ દેશથી વિદેશી લોકો પણ અંબાજી આવ્યા હતા. અને અંબાજી આવ્યા બાદ માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણપુરી બાબા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ. અંબાજી મંદિરની ભારે ભીડ જોઈને વીદેશી ભક્તોએ પણ ખુશી અનુભવી હતી.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, ત્યારે હાલમાં વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ જામવાનો છે ત્યારે ફ્રાન્સથી આવેલા દંપતિએ ઇન્ડિયા વર્લ્ડ કપની ફાઇનલમાં વિજેતા બને તેવી માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો - જલારામ જંયતી નિમિતે ભુજમાં 224 કીલાનો રોટલો બનાવાયો