Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજીમાં મંદિર ખાતે માઇભક્તે 558 ગ્રામ સોનાનું કર્યું ગુપ્તદાન

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિપીઠ અંબાજી મંદિર હાલમા 61 ફૂટ સુધી સુવર્ણ મંદિર બન્યું છે અને આ મંદિરમાં અંદાજે 140 કિલો કરતાં વધુ સોનાનો ઉપયોગ થયેલ છે. સ્વતંત્રતા દિવસના પર્વે રાજકોટના એક માઈભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનુ...
અંબાજીમાં મંદિર ખાતે માઇભક્તે 558 ગ્રામ સોનાનું કર્યું ગુપ્તદાન

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી

Advertisement

શક્તિપીઠ અંબાજી મંદિર હાલમા 61 ફૂટ સુધી સુવર્ણ મંદિર બન્યું છે અને આ મંદિરમાં અંદાજે 140 કિલો કરતાં વધુ સોનાનો ઉપયોગ થયેલ છે. સ્વતંત્રતા દિવસના પર્વે રાજકોટના એક માઈભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનુ સુવર્ણ શિખર માટે ભેટ સ્વરૂપે અર્પણ કરાયું છે.

evotee donated gold in Ambaji temple

Advertisement

અંબાજી મંદિર ખાતે માઈ ભક્તો અલગ અલગ પ્રકારે દાન પણ કરતા હોય છે ત્યારે રાજકોટના એક માઇ ભક્તે સુવર્ણ શિખર માટે દાન કર્યું હતું. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા સુવર્ણ શિખર માટે દાન આપવામાં આવેલા સોનાનો સ્વીકાર કરાયો હતો. રાજકોટ ખાતે રહેતા અને વર્ષોથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવતા માઈ ભક્ત દ્વારા આજે 558 ગ્રામ સોનુ જે બિસ્કીટ સ્વરૂપે તેઓ લઈને આવ્યા હતા, જેની કિંમત 33 લાખ 48 હજાર કિંમત થાય છે.

evotee donated gold in Ambaji temple

Advertisement

અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા ભેટ સ્વરૂપે આવેલ સોનાને મંદિરમાં માતાજી સમક્ષ પૂજન કરવા લઈ જવામાં આવ્યું હતું ત્યારબાદ આ સોનાને સ્ટ્રોંગ રૂમમાં જમા કરવામાં આવ્યું હતું. રાજકોટના અન્ય માઇ ભક્તો દ્વારા અંબાજી મંદિરના શિખર ઉપર ધજા પણ અર્પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : DWARKA : યાત્રાધામ દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદીમાં ધ્વજ વંદન

Tags :
Advertisement

.