Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યના 71 જેલ કેદીઓ દિવાળીના તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી શકશે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે જેલના કેદીઓની જેલ મુકિત અંગેની નીતિમાં સુધારો કરીને સંવેદનશીલતા સાથે માનવતાભર્યો અભિગમ દાખવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે ખૂબ ટૂંકા સમયગાળામાં 71 જેલ કેદીઓની જેલ મુકિત દિવાળી પહેલા થતાં આ તમામ કેદીઓ પોતાના પરિવાર...
રાજ્યના 71 જેલ કેદીઓ દિવાળીના તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી શકશે   ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે જેલના કેદીઓની જેલ મુકિત અંગેની નીતિમાં સુધારો કરીને સંવેદનશીલતા સાથે માનવતાભર્યો અભિગમ દાખવ્યો છે, જેના પરિણામ સ્વરૂપે ખૂબ ટૂંકા સમયગાળામાં 71 જેલ કેદીઓની જેલ મુકિત દિવાળી પહેલા થતાં આ તમામ કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો માનવી શક્યા છે. આ નિર્ણયથી અનેક પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Advertisement

જેલવાસ દરમિયાન કેદીઓની સારી વર્તણૂક

Advertisement

દિવાળીના તહેવાર પહેલા જેલ મુક્ત કરાયેલા કેદીઓની વિગત આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, સાબરમતી મધ્યસ્થ જેલમાંથી ૪૦ કેદીઓ, વડોદરા જેલમાંથી ૧૨, રાજકોટ જેલમાંથી ૪, લાજપોર જેલમાંથી ૮, નડિયાદ જેલમાંથી ૧, જૂનાગઢ જેલમાંથી ૧, ભરૂચ જેલમાંથી ૧, નવસારી જેલમાંથી ૧, મોરબી સબ જેલમાંથી ૧, ગોધરા સબ જેલમાંથી ૨ કેદીઓ મુક્ત કરાયા છે. જેલવાસ દરમિયાન કેદીઓની સારી વર્તણૂક પણ આ નિર્ણય પાછળ મહત્વનું પરિબળ છે.

Advertisement
Tags :
Advertisement

.