Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMC: નો રિપીટ થિયરી અપનાવી સ્ટેન્ડિગ કમિટી સભ્યો માટે 15 નામ જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP)એ અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)ની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના 15 નામ જાહેર કરાયા છે. અમદાવાદ મનપાના હોદ્દેદારોના નામની જાહેરાતમાં ભાજપની નો-રિપીટ થીયરી જોવા મળી છે. નો રિપીટ થિયરી અપનાવી સ્ટેન્ડિંગ કમિટી સભ્યો માટે 15 નામ જાહેર ગુજરાત...
amc  નો રિપીટ થિયરી અપનાવી સ્ટેન્ડિગ કમિટી સભ્યો માટે 15 નામ જાહેર
ભારતીય જનતા પાર્ટી (BJP)એ અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)ની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના 15 નામ જાહેર કરાયા છે. અમદાવાદ મનપાના હોદ્દેદારોના નામની જાહેરાતમાં ભાજપની નો-રિપીટ થીયરી જોવા મળી છે.
નો રિપીટ થિયરી અપનાવી સ્ટેન્ડિંગ કમિટી સભ્યો માટે 15 નામ જાહેર
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ગઈ કાલે જ જણાવ્યું હતું, કે, પાર્ટીએ રાજ્યની સ્થાનિક સંસ્થાઓમાં ટોચના હોદ્દા માટે નામો ફાઈનલ કરતી વખતે નો રિપીટ નીતિને અનુસરવાનું નક્કી કર્યું છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ‘નો-રિપીટ’ નીતિ અપનાવી નવાને તક આપશે. તે જ પ્રમાણે અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની જાહેરાત કરવામાં આવી. નો રિપીટ થિયરી અપનાવી સ્ટેન્ડિંગ કમિટી સભ્યો માટે 15 નામ જાહેર કરાયા છે.
AMCની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો 
  • જતીન પટેલ
  • પ્રિતેશ મહેતા 
  • પ્રદીપ દવે 
  • દેવાંગ દાણી
  • મેહુલ શાહ
  • વિજય પંચાલ 
  • પંકજ ભટ્ટ 
  • બકુલા બેન 
  • દશરથ પટેલ,  
  • ઓમ પ્રકાશ બાગડી, 
  • આરતી બેન
  • જિગીશા સોલંકી
  • વિપુલ પટેલ 
  • માનસી સોલંકી
  • ગિરીશ પટેલ
મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને દંડકના નામ પર સોમવારે સત્તાવાર મહોર લાગશે
અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના નામોની યાદીને જોતા જતીન પટેલ, પ્રિતેશ મહેતા અને દેવાંગ દાણીમાંથી કોઇ એક કમિટીના ચેરમેન બને તેવુ લાગી રહ્યું છે. સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને દંડકના નામ પર સોમવારે સત્તાવાર મહોર લાગશે. સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોએ અમદાવાદ મહાનગરપાલિકાના સેક્રેટરી અરુણ પંડ્યાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી છે..
Advertisement
Tags :
Advertisement

.