Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત સાથેના સંબંધોને વધારે ખરાબ કરતું કેનેડા, વધુ કેટલાક રાજદ્વારીઓને કેનેડા પરત બોલાવ્યા

ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત પર મનઘડત આરોપો લગાવનાર કેનેડા હવે ભારત સાથેના સંબંધોને વધારેને વધારે ખરાબ કરી રહ્યું છે.. . કેનેડા પહેલેથીજ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢી ચૂક્યુ છે.. અને પછી કેનેડિયન નાગરિકોને ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં ન જવા જેવી...
ભારત સાથેના સંબંધોને વધારે ખરાબ કરતું કેનેડા  વધુ કેટલાક રાજદ્વારીઓને કેનેડા પરત બોલાવ્યા
ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત પર મનઘડત આરોપો લગાવનાર કેનેડા હવે ભારત સાથેના સંબંધોને વધારેને વધારે ખરાબ કરી રહ્યું છે.. . કેનેડા પહેલેથીજ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢી ચૂક્યુ છે.. અને પછી કેનેડિયન નાગરિકોને ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં ન જવા જેવી એડવાઇઝરી જાહેર કરીને ભારત સાથે સંબંધોને વધુ ખરાબ કરી ચૂક્યુ છે.  આટલેથી ન અટકીને તે હવે તેના દૂતાવાસમાંથી કેટલાક રાજદ્વારીઓને પાછા બોલાવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે કેનેડાના આ નવા પગલાનો ભારત પણ જવાબ આપી શકે છે.
અમે રાજદ્વારીઓની સુરક્ષા માટે આ કાર્યવાહી કરી રહ્યા છીએઃ કેનેડિયન વિદેશ મંત્રાલય 
કેનેડાના અખબાર નેશનલ પોસ્ટે વિદેશ મંત્રાલયને ટાંકીને કહ્યું, 'વર્તમાન વાતાવરણમાં અમે રાજદ્વારીઓની સુરક્ષા માટે આ કાર્યવાહી કરી રહ્યા છીએ. કેટલાક રાજદ્વારીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીઓ પણ મળી છે. હાલમાં અમે ભારતમાં હાજર અમારા સ્ટાફની સુરક્ષાનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. કેનેડાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, 'અમે હાલમાં કેનેડામાં અમારા સ્ટાફની હાજરી ઘટાડવાનો નિર્ણય કર્યો છે.' કેનેડાએ ભારતમાં તેના હાઈ કમિશન અને કોન્સ્યુલેટ માટે વધારાની સુરક્ષાની પણ માંગ કરી છે.
દિલ્હીમાં હાઈ કમિશન ઉપરાંત, કેનેડાની ચંદીગઢ, મુંબઈ અને બેંગલુરુમાં કોન્સ્યુલેટ ઓફિસો છે
દિલ્હીમાં હાઈ કમિશન ઉપરાંત, કેનેડાની ચંદીગઢ, મુંબઈ અને બેંગલુરુમાં કોન્સ્યુલેટ ઓફિસો છે. કેનેડાના પ્રવક્તાએ કહ્યું કે અમને આશા છે કે ભારત વિયેના સંધિનું પાલન કરતા અમારા રાજદ્વારીઓને પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરશે. તમને જણાવી દઈએ કે ભારતે તેના નાગરિકોને એક એડવાઈઝરી જારી કરીને કેનેડાના એવા વિસ્તારોની મુલાકાત લેવા અંગે સાવચેત રહેવા જણાવ્યું છે જ્યાં ભારત વિરોધી ગતિવિધિઓ થઈ છે અથવા થઈ શકે છે. તે જ સમયે, કેનેડાએ તેના નાગરિકોને જમ્મુ અને કાશ્મીર જવાનું ટાળવા કહ્યુ છે,  કારણ કે ત્યાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. આ પછી જ ભારતે પણ એડવાઈઝરી જારી કરી હતી.
કેનેડાએ ભારત સાથેના સંબંધોને ઐતિહાસિક રીતે નીચા સ્તરે પહોંચાડ્યા
તમને જણાવી દઈએ કે આવા પગલાં લઈને કેનેડાએ ભારત સાથેના સંબંધોને ઐતિહાસિક રીતે નીચા સ્તરે પહોંચાડ્યા છે. જેના કારણે ભારતે પણ જવાબી કાર્યવાહી કરી છે. આ દરમિયાન કેનેડામાં પણ તણાવ વધ્યો છે. શીખ કટ્ટરવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે હિન્દુ સમુદાયના લોકોને કેનેડા છોડવાની ધમકી આપી છે. જેના કારણે ત્યાં રહેતા હિન્દુ સમુદાયના લોકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. કેનેડાના હિંદુ સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે શીખ્સ ફોર જસ્ટિસે હિંદુઓ અને શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે. ડરનો ઉલ્લેખ કરતા તેમણે એમ પણ કહ્યું કે જે શિખો ખાલિસ્તાનની વિરુદ્ધ છે તેઓ પણ તેમની સામે જાહેરમાં ડરને કારણે બોલી નથી શકતા.
Advertisement
Tags :
Advertisement

.