ડમી કાંડમાં તોડ ? યુવરાજસિંહ પર સનસનીખેજ આરોપ
યુવરાજસિંહના નામે સ્ટીંગ ઓપરેશન વાયરલ યુવરાજસિંહે 1 કરોડનો તોડ કર્યો હોવાનો સ્ટીંગમાં ઘટસ્ફોટ ભાવનગર ડમી ઉમેદવાર કેસમાં સૌથી મોટો ખુલાસો ડમી કાંડમાં નામ ના લેવા બાબતે તોડનો આરોપ રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા સરકારી ભરતીના ડમી કાંડમાં સસનસનીખેજ સ્ટીંગ ઓપરેશન બહાર આવ્યું...
Advertisement
યુવરાજસિંહના નામે સ્ટીંગ ઓપરેશન વાયરલ
યુવરાજસિંહે 1 કરોડનો તોડ કર્યો હોવાનો સ્ટીંગમાં ઘટસ્ફોટ
ભાવનગર ડમી ઉમેદવાર કેસમાં સૌથી મોટો ખુલાસો
ડમી કાંડમાં નામ ના લેવા બાબતે તોડનો આરોપ
રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા સરકારી ભરતીના ડમી કાંડમાં સસનસનીખેજ સ્ટીંગ ઓપરેશન બહાર આવ્યું છે. ડમી કાંડનો ખુલાસો કરનારા યુવરાજસિંહે પેપર લીકના નામે મોટો તોડ કર્યો હોવાનું આ સ્ટીંગ ઓપરેશનમાં બહાર આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ પર સૌથી પહેલા આ સ્ટીંગ ઓપરેશનનો ખુલાસો થયો છે.
યુવરાજસિંહના સાથીદાર બિપીન ત્રિવેદીનો ખુલાસો
સમગ્ર મામલાનો ખુલાસો ગુજરાત ફર્સ્ટ ચેનલ પર કરવામાં આવ્યો છે. યુવરાજસિંહના નામે સ્ટીંગ ઓપરેશન વાયરલ થયું છે. યુવરાજસિંહે 1 કરોડ રુપિયાનો તોડ કર્યો છે તેવો ખુલાસો આ સ્ટીગ ઓપરેશનમાં યુવરાજસિંહના સાથીદાર બિપીન ત્રિવેદીએ કર્યો છે. જો કે વાયરલ સ્ટીંગ ઓપરેશનના વીડિયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટી કરતું નથી
જુઓ આ સ્ટીંગ ઓપરેશન