Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police : DGP Commendation Disc આ વખતે કેમ છે ચર્ચામાં ?

DGP Commendation Disc : ગુજરાત પોલીસ (Gujarat Police) નું મનોબળ વધારવા વર્ષ 2020થી એવૉર્ડ એનાયત કરવાની પ્રથા શરૂ કરવામાં આવી છે. તત્કાલિન DGP શિવાનંદ ઝા (Shivanand Jha IPS) એ ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક (DGP Commendation Disc) આપવાની શરૂઆત કરી હતી. DGP...
gujarat police   dgp commendation disc આ વખતે કેમ છે ચર્ચામાં
Advertisement

DGP Commendation Disc : ગુજરાત પોલીસ (Gujarat Police) નું મનોબળ વધારવા વર્ષ 2020થી એવૉર્ડ એનાયત કરવાની પ્રથા શરૂ કરવામાં આવી છે. તત્કાલિન DGP શિવાનંદ ઝા (Shivanand Jha IPS) એ ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક (DGP Commendation Disc) આપવાની શરૂઆત કરી હતી. DGP પ્રશંસા ચંદ્રક આપનાર ગુજરાત ભારત દેશમાં 7મું રાજ્ય છે. જુલાઈ-2020થી લઈને અત્યાર સુધીમાં કુલ 4 વખત DGP Disc એનાયત કરવાનો કાર્યક્રમ યોજાઈ ચૂક્યો છે. આમ તો દરેક વખતે ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્કને લઈને સારી નરસી ચર્ચાઓ થતી રહી છે. જો કે, આ વખતે પણ આ એવૉર્ડ સમારંભ ભારે ચર્ચામાં રહ્યો છે.

110 અધિકારી-કર્મચારીઓને સન્માનિત કરાયા

રાજ્ય પોલીસના તમામ વિભાગમાંથી નાના-મોટા 110 કર્મચારી-અધિકારીઓને Gujarat DGP વિકાસ સહાયે (Vikas Sahay IPS) ગત સપ્તાહે DGP Commendation Disc થી સન્માનિત કર્યા હતા. એડીશનલ ડીજીપી કક્ષાના અધિકારીથી લઈને કોન્સ્ટેબલ-ડ્રાઈવર સુધીના કર્મચારીનો તેમાં સમાવેશ કરાયો હતો.

Advertisement

આ સાહેબોને એવૉર્ડ કેમ ?

ગાંધીનગર પોલીસ ભવનમાં બેસતા બે મોટા સાહેબ અને ગૃહ વિભાગના મહિલા IPS અધિકારીને અપાયેલા એવૉર્ડ ચર્ચામાં છે. CID Crime ના વડા ડૉ. એસ. પાંડીઆ રાજકુમાર (Dr. S Pandia Rajkumar IPS) એડીશનલ ડીજીપી પી એન્ડ એમ ખુરશીદ અહેમદ (Khursheed Ahmed IPS) અને ગૃહ વિભાગના સચિવ નિપૂણા તોરવણે (Nipuna Torawane IPS) ને ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક આપવામાં આવી છે. DGP Commendation Disc માટે પાત્રોની પસંદગી કરવા માટે એક કમિટી બનાવાયેલી છે. આ કમિટીમાં ગાંધીનગર પોલીસ ભવન (Gandhinagar Police Bhavan) માં બેસતા ઉચ્ચ IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, પોલીસ વિભાગમાં થતા કાર્યક્રમ કે એવૉર્ડની સારી નરસી ચર્ચાઓ હંમેશા થાય છે. દરેકની જોવાની નજર અલગ-અલગ હોય છે.

Advertisement

નવી પહેલ, ડૉગ હેન્ડલરનું સન્માન

વર્ષ 2022ના DGP Commendation Disc એવૉર્ડમાં આ વખતે એક નવી પહેલ થઈ છે. પ્રથમ વખત કોઈ ડૉગ હેન્ડલરને સન્માનિત કરવામાં આવ્યાં છે. હાલ પાટણ જિલ્લા પોલીસ (Patan Police) માં ફરજ બજાવતા AHC પ્રકાશકુમાર હરીશંકર ભટ્ટને સન્માનિત કરાયા છે. પ્રકાશ ભટ્ટ અગાઉ મહેસાણા જિલ્લા પોલીસ (Mahesana Police) માં ડૉગ હેન્ડલર તરીકે સેવા આપી ચૂક્યાં છે.

ડૉગ સોફી બેબીએ સન્માન અપાવ્યું

હત્યા સહિતના અનેક ગંભીર અપરાધનો ભેદ ઉકેલવામાં પોલીસને દિશા બતાવનાર છે 6 વર્ષની પોલીસ ડૉગ (Police Dog) સોફી. જર્મન શેફર્ડ માદા સોફીનું પોલીસ ચોપડે ચઢેલું નામ છે બેબી. સોફી બેબીની પોલીસ વિભાગમાં એન્ટ્રી થઈ ત્યારથી પ્રકાશ ભટ્ટ સારસંભાળ રાખી રહ્યાં છે. બંનેએ સાથે એક વર્ષની તાલીમ મેળવી છે અને ત્યારબાદ મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં અનેક કેસમાં પોલીસની મદદ કરી છે. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Mahesana Police Station) ની હદમાં માસૂમ બાળકીની હત્યાના કેસમાં ફરિયાદ કરનારા પિતાને આરોપી તરીકે પકડાવનાર સોફી બેબી છે. એક નવજાત શિશુને ત્યજી દેવાના કેસમાં પણ પોલીસને સોફી બેબી સફળતા અપાવી ચૂકી છે. આ ઉપરાંત અન્ય ગંભીર અપરાધોમાં પોલીસને દિશા દર્શાવવાનું સચોટ કામ કર્યું છે. ડૉગ સોફી બેબીની કુનેહ અને વફાદારી પ્રકાશ ભટ્ટને સન્માન અપાવી ગઈ છે.

આ પણ વાંચો : Delhi : કેન્સરના દર્દીઓની કીમોથેરાપીના નામે કરોડોનું કૌભાંડ, નકલી દવાઓ બનાવી વેચતી સિન્ડિકેટનો પર્દાફાશ…

આ પણ વાંચો : Telangana : મંત્રીના કાફલાની કારે IPS અધિકારીને મારી જોરદાર ટક્કર, સર્જરી કરવી પડી…

આ પણ વાંચો : Gangster Marriage : લેડી ડોન અનુરાધા ગેંગસ્ટર કાલા જાથેડીના પ્રેમમાં કેવી રીતે પડી? લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

જ્યારે અમેરિકાએ મારા વિઝા નકાર્યા ત્યારે મને આઘાત લાગ્યો હતો, પણ મેં એક સંકલ્પ પણ લીધો: નરેન્દ્ર મોદી

featured-img
ગુજરાત

Dhanera: બનાસકાંઠાનું વિભાજન થયું એટલે ધરણા પ્રદર્શનમાં ભાવુક થયા પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, શબ્દો થકી વ્યક્ત કર્યો રોષ

featured-img
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ઝડપથી ફેલાઇ રહી છે 3 મહામારી, બાળકોનાં વોર્ડમાં પણ હવે જગ્યા નથી

featured-img
Top News

Gujarat રાજ્યના શિક્ષણ મંત્રીએ AAP નેતા ચૈતર વસાવાની ઝાટકણી કાઢી

featured-img
સ્પોર્ટ્સ

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ દિગ્ગજ ખેલાડીએ રિટાયરમેન્ટની જાહેરાત

featured-img
ગુજરાત

Patan: 'બનાસ ડેરી' લખેલા ટેન્કરમાં મળ્યો લાખોનો દારૂ, રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ

×

Live Tv

Trending News

.

×