Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિન્દુ ભગવાન કે લગ્ન બાદ અલ્લાહને માનશે SONAKSHI SINHA? થયો મોટો ખુલાસો

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી સોનાક્ષી સિન્હા હવે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. મળતી વિગત અનુસાર, સોનાક્ષી સિન્હા તેના બોયફ્રેંડ ઝહીર ઇકબાલ સાથે 23 જૂને લગ્ન કરવા જઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર હાલ સોનાક્ષી અને ઇકબાલના લગ્નની ચર્ચાઓ...
હિન્દુ ભગવાન કે લગ્ન બાદ અલ્લાહને માનશે sonakshi sinha  થયો મોટો ખુલાસો
Advertisement

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી સોનાક્ષી સિન્હા હવે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. મળતી વિગત અનુસાર, સોનાક્ષી સિન્હા તેના બોયફ્રેંડ ઝહીર ઇકબાલ સાથે 23 જૂને લગ્ન કરવા જઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર હાલ સોનાક્ષી અને ઇકબાલના લગ્નની ચર્ચાઓ ખૂબ જ ચાલી રહી છે. સોનાક્ષી તેના લગ્ન બાદ ધર્મ બદલ્યો હોવાની ઘણી વાતો ચાલી રહી છે. લગ્ન બાદ સોનાક્ષી પોતાનો ધર્મ બદલશે કે કેમ તે અંગે ઘણી અટકળો ચાલી રહી છે. હવે આ મામલે વિગત સામે આવી રહી છે. સોનાક્ષી સિન્હાના સસરા અને ઇકબાલના પિતાએ આ બાબત અંગે ખુલાસો કર્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

SONAKSHI SINHA અને ZAHEER IQBAL સિવિલ મેરેજ કરશે

Advertisement

Advertisement

સોનાક્ષી સિન્હા લાંબા સમયથી ઝહીર ઇકબાલને ડેટ કરી રહી હતી. તેઓ ઘણા સમયથી એકબીજા માટે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરતા અને અવાર નવાર તેઓ એકબીજાની સાથે તેઓ ફરતા નજરે ચડતા હતા. બનેએ સાથે એક મ્યુજિક વિડીયોમાં કામ કર્યું છે. હવે બને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્નની વાત સામે આવતા જ સોનાક્ષી પોતાનો ધર્મ બદલશે કે કેમ તે અંગે ઘણી અટકળો ચાલી રહી છે. ત્યારે હવે આ બાબતે ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રતનસીએએ સોનાક્ષી સિંહા સાથેના પુત્રના લગ્ન વિશે કહ્યું હતું કે - 'તેમાં ન તો હિંદુ હશે કે ન તો મુસ્લિમ રિવાજો હશે. આ સિવિલ મેરેજ હશે.' એટલે કે તેમના લગ્નમાં ન તો હિંદુ રીતિ-રિવાજ હશે કે ન તો મુસ્લિમ પરંપરાઓ, એવા અહેવાલો છે કે બંને સિવિલ મેરેજ કરવાના છે. આ જ કારણ છે કે એવું માનવામાં આવે છે કે સોનાક્ષી પોતાનો ધર્મ બદલ્યા વિના લગ્ન કરશે.

તે બિલકુલ પોતાનો ધર્મ બદલી રહી નથી - ZAHEER IQBAL ના પિતા 

ઝહીર ઇકબાલના પિતાએ આગાળ અઆ બાબત અંગે કહ્યું કે - 'તે બિલકુલ પોતાનો ધર્મ બદલી રહી નથી અને તે ચોક્કસ છે. તેમનું મિલન એ હૃદયનું મિલન છે અને તેમાં ધર્મની કોઈ ભૂમિકા નથી. હું માનવતામાં માનું છું. હિંદુઓ ભગવાનને ભગવાન કહે છે અને મુસ્લિમો ભગવાનને અલ્લાહ કહે છે. પરંતુ છેવટે, આપણે બધા માણસો છીએ. મારા આશીર્વાદ ઝહીર અને સોનાક્ષી સાથે છે.

પહેલા પરિવારમાં અણગમાની વાતો સામે આવી હતી

નોંધનીય છે કે, સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના આ લગ્નની આસપાસ ઘણી ચર્ચાઓ પહેલાથી જ ચાલી રહી છે. પહેલા એવી વિગતો સામે આવી હતી કે, સોનાક્ષીના માતા-પિતા કે તેનો ભાઈ લવ કુશ સોનાક્ષી અને ઝહીરના લગ્નથી ખુશ નથી. સોનાક્ષીની માતા પૂનમ સિન્હા અને તેના ભાઈએ તેને અનફોલો પણ કરી દીધી હતી. પરંતુ સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હાએ સમગ્ર બાબત અંગે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે, પહેલા પરિવારમાં થોડો તણાવ હતો, જે હવે દૂર થઈ ગયો છે. હવે 23 જૂને તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો : Kalyanji–Anandji – આણંદજીએ ‘કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે’ ગીત ચોર્યું

Tags :
Advertisement

.

×