Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સર Please હેલ્મેટ પહેરો..., અમિતાભનો ફોટો વાયરલ થયા બાદ ફેન્સનું આવ્યું રિએક્શન

ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, આ આપણે સાંભળતા તો આવ્યા છીએ, પરંતુ શું ખરેખર કરીએ છીએ? જવાબ મળશે ના... તાજેતરમાં બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમા તેઓ એક બાઈક...
સર please હેલ્મેટ પહેરો     અમિતાભનો ફોટો વાયરલ થયા બાદ ફેન્સનું આવ્યું રિએક્શન

ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, આ આપણે સાંભળતા તો આવ્યા છીએ, પરંતુ શું ખરેખર કરીએ છીએ? જવાબ મળશે ના... તાજેતરમાં બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમા તેઓ એક બાઈક પર કોઇ જગ્યાએ જઇ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં જે ફોટો વાયરલ થયો તેમા કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ટ્રાફિકના નિયમોને તોડ્યો છે. વીડિયોમાં તેઓ હેલ્મેટ પહેર્યા વિના જ બાઈક સવારી કરતા જોવા મળ્યા છે.

Advertisement

હેલ્મેટ પહેર્યા વિના બાઈક પર થયા સવાર

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આજે પણ ઈન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યા છે. તેમની લોકપ્રિયતા આજે પણ જોવા મળે છે. સાથે બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ શાનદાર કામ કરી રહી છે. તાજેતરમાં તેમનો એક ફોટો વાયરલ થયો છે જેમા તેઓ બંને હેલ્મેટ પહેર્યા વિના બાઈક પર સવાર જોવા મળે છે. હેલ્મેટ પહેર્યા વિના બાઇક પર બેસવું ટ્રાફિકના નિયમોની વિરુદ્ધ છે, ત્યારે આવી સ્થિતિમાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પ્રશ્ન કર્યો હતો કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બંને કલાકારો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે, જો માહિતી પર વિશ્વાસ કરવામાં આવે તો મુંબઈ પોલીસે આ બાબતને સંજ્ઞાનમાં લીધી છે. આ તસવીર વાયરલ થતાં જ યુઝર્સે ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું કે બિગ બીએ હેલ્મેટ નથી પહેર્યું. વળી, તેઓએ મુંબઈ પોલીસને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહેવાનું શરૂ કર્યું. હવે આ સમગ્ર મામલે બિગ બીએ પ્રતિક્રિયા આપી છે અને મોટી વાત કહી છે.

Advertisement

ટ્રાફિક જામથી બચવા અને કામ પર વહેલા પહોંચવા માટે..... :  અમિતાભ બચ્ચન

આ તસવીરમાં અમિતાભ બચ્ચન હેલ્મેટ વગર જોવા મળ્યા હતા. તેમણે ફોટો દ્વારા જણાવ્યું હતું કે, ટ્રાફિક જામથી બચવા અને કામ પર વહેલા પહોંચવા માટે તેમણે બાઇકનો સહારો લીધો હતો. હવે અભિનેતાએ તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે તે રવિવાર હતો... બેલાર્ડ એસ્ટેટની એક ગલીમાં શૂટ કરવા માટે ઔપચારિક પરવાનગી લેવામાં આવી હતી. રવિવાર માટે પરવાનગી માંગવામાં આવી હતી કારણ કે બધી ઑફિસો બંધ છે અને કોઈ જાહેર કે ટ્રાફિક નથી. આ વિસ્તારની એક ગલી પોલીસની પરવાનગીથી શૂટિંગ માટે બંધ કરી દેવામાં આવી છે.

Advertisement

બ્લોગમાં શું કહ્યું?

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે, મેં જે ડ્રેસ પહેર્યો છે તે ફિલ્મનો મારો પોશાક છે. હું ક્રૂ મેમ્બરની બાઇક પર મૂર્ખ બનાવી રહ્યો હતો. હું ક્યાય જ નહોતો જઇ રહ્યો, પણ એ અહેસાસ અપાવી રહ્યો હતો કે હું સમય બચાવવા માટે મુસાફરી કરી રહ્યો છું. હા, જો સમયની પાબંદી સમસ્યા હશે તો હું તે કરીશ.. અને હેલ્મેટ પહેરતો અને ટ્રાફિક માર્ગદર્શિકાના તમામ નિયમોનું પાલન કરતો.

આ પણ વાંચો – રોશનભાભીએ SHOW ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ નોંધાવી જાતીય સતામણીની ફરિયાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.