'STREE 2' નું ડરામણું અને રૂંવાડા ઊભા કરતું TEASER થયું RELEASE! જોઈ તમે પણ કહેશો 'ઓ સ્ત્રી જલ્દી આ'
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની મચ અવેટેડ ફિલ્મ STREE 2 નું TEASER આખરે RELEASE કરી દેવામાં આવ્યું છે. STREE 2 ફિલ્મ MADDOCK HORROR UNIVERSE નો જ ભાગ છે. આ પહેલા આ શ્રેણીમાં STREE, ROOHI, BHEDIYA અને MUNJYA જેવી ફિલ્મોનો સમાવેશ કરવામાં આવે છે. માત્ર 1 મિનિટના આ TEASER થી આપણને અંદાજો આવી જાય છે કે આ ફિલ્મ કેટલી ડરવાની અને રમૂજી હોવાની છે. આ ફિલ્મમાં હોરરનો સાથે સાથે આ વખતે સસ્પેન્સનો પણ તડકો જોવા મળવાનો છે.
શ્રદ્ધા કપૂર STREE 2 માં મચાવશે ધમાલ
View this post on Instagram
STREE 2 ના TEASER માં આપણને જોવા મળે છે કે, આ બીજા ભાગમાં પહેલા ભાગની જેમ 'ઓ સ્ત્રી કલ આના' ની જગ્યાએ હવે આપણને 'ઓ સ્ત્રી રક્ષા કરના' ઉપર ભાર મુકાતો જણાઈ રહ્યું છે. એટલે કે સ્ટોરીમાં ટ્વીસ્ટ અહીંથી જોવા મળશે. શ્રદ્ધા કપૂર ખૂબ જ ગંભીર ચહેરા સાથે આ TEASER માં બતાવવામાં આવી છે. પહેલા ભાગમાં શ્રદ્ધા કપૂર સ્ત્રી સાથે તેની ચોટલી કાપીને બદલો લે છે. આ ભાગમાં વાર્તા ત્યાંથી જ શરૂ થાય છે. એક દ્રશ્યમાં, શહેરના તમામ પુરૂષો એક વર્તુળમાં ઉભેલા બતાવવામાં આવ્યા છે જેની આસપાસ શ્રદ્ધા કપૂર તેની વેણીને ફેરવતી વખતે ચક્કર લગાવી રહી છે. મેકર્સે સ્ટોરી વિશે ઘણા હિન્ટ્સ આપ્યા છે. આ ભાગમાં સ્ત્રી અને શ્રદ્ધા કપૂર સામે સામે લડશે કે પછી બને ભેગા મળીને ચંડેરીને કોઈ અજ્ઞાત ખતરાથી બચાવશે તે તો જોવું જ રહ્યું.
ફિલ્મ 15 AUGUST ના દિવસે થસે RELEASE
STREE 2 નું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે. નિર્માણ દિનેશ વિજનની મેડૉક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મ સ્ત્રી 2માં રાજકુમાર રાવ-શ્રદ્ધા કપૂર ઉપરાંત પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી, અપારશક્તિ ખુરાના લીડ રોલમાં છે. ફિલ્મમાં વરુણ ધવન અને તમન્ના ભાટિયાનો કેમિયો પણ છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 15 AUGUST ના રોજ RELEASE થવાની છે. 15 AUGUST ના રોજ ફિલ્મની ટક્કર અક્ષય કુમારની 'ખેલ-ખેલ મેં' અને જોન અબ્રાહમની 'વેદ' સાથે થશે.
આ પણ વાંચો : Rajesh Khanna ના ગીતના શૂટિંગમાં બિગબીએ ટ્રૉલી ચલાવી