KILL TEASER : ભારતની સૌથી લોહિયાળ એક્શન ફિલ્મનું TEASER થયું RELEASE
હાલમાં ભારતમાં એક્શન ફિલ્મનો ક્રેજ આસમાને પહોંચ્યો છે. JAWAAN, PATHAAN, PUSHPA, KGF અને RRR જેવી હાઇ વૉલ્ટેજ એક્શન વાળી ફિલ્મો લોકોને ઘણી પસંદ આવી છે, આ ફિલ્મોના BOX OFFICE COLLECTION ઉપરથી જાની શકાય છે. ત્યારે હાલમાં ભારતની સૌથી લોહિયાળ એક્શન ફિલ્મ કહેવાતી ફિલ્મ KILL નું TEASER રિલીઝ કરવામાં આવ્યું છે. KILL ને કરણ જોહર દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે આ ફિલ્મમાં ખાસ અને ક્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં થશે રિલીઝ
ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું પ્રીમિયર
#KillMovie is "the most violent and goriest film India has ever produced." Don't miss it, only in theaters July 4. pic.twitter.com/mueDLFcRrL
— Roadside Attractions (@roadsidetweets) April 4, 2024
KILL ફિલ્મમાં હાઈ વૉલ્ટેજ અને રો એક્શન બતાવવામાં આવ્યું છે. માટે આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે અને લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. નિખિલ નાગેશ ભટ દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ 5 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું પ્રીમિયર ઑગસ્ટ 2023માં ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. તેને મૂવી જોનારાઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. કિલ એ મિડનાઈટ મેડનેસ પ્રોગ્રામ હેઠળ પ્રદર્શિત થનારું એકમાત્ર ભારતીય ફિલ્મ હતી. આ ફિલ્મમાં લક્ષ્ય લાલવાણી, તાન્યા માણિકતલા અને રાઘવ જુયાલ જેવા કલાકારો પણ જોવા મળવાના છે.

KILL MOVIE POSTER
શું છે ફિલ્મની વાર્તા
જ્યારે આર્મી કમાન્ડો અમૃત (લક્ષ્ય) ને ખબર પડે છે કે તેનો પ્રેમ તુલિકા (તાન્યા માણિકતાલા) તેની ઇચ્છા વિરુદ્ધ સગાઈ કરી રહી છે, ત્યારે તે ગોઠવાયેલા લગ્નને પાટા પરથી ઉતારવાની હિંમતભરી શોધમાં નવી દિલ્હી જતી ટ્રેનમાં બેસે છે. પરંતુ જ્યારે નિર્દય ફાની (રાઘવ જુયાલ) ની આગેવાની હેઠળ છરી ચલાવનાર ચોરોની ટોળકી તેની ટ્રેનમાં નિર્દોષ મુસાફરોને આતંકિત કરવાનું શરૂ કરે છે, ત્યારે અમૃત તેની આસપાસના લોકોને બચાવવા માટે લડત આપે છે અને આમ સામાન્ય ટ્રેન સફર રોમાંચક બનતો જાય છે.
આ પણ વાંચો : Superstar રાજેશ ખન્ના સલીમ ખાનથી કેમ નારાજ હતા?