Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BIG BOSS OTT માં વડાપાવ ગર્લએ પોતાના એક દિવસની કમાણી વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો!

BIG BOSS OTT 3 ની ધમાકેદાર શરૂ થઈ છે. BIG BOSS OTT 3 માં આ વર્ષે ખાસ વાત એ છે કે, આ સીઝંનમાં શો ના હોસ્ટ સલમાન ખાન નહીં પરંતુ અનિલ કપૂર છે. હોસ્ટની સાથે સાથે આ વખતે રિયાલિટી શોમાં...
big boss ott માં વડાપાવ ગર્લએ પોતાના એક દિવસની કમાણી વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

BIG BOSS OTT 3 ની ધમાકેદાર શરૂ થઈ છે. BIG BOSS OTT 3 માં આ વર્ષે ખાસ વાત એ છે કે, આ સીઝંનમાં શો ના હોસ્ટ સલમાન ખાન નહીં પરંતુ અનિલ કપૂર છે. હોસ્ટની સાથે સાથે આ વખતે રિયાલિટી શોમાં ભાગ લેનારા CONTESTANT પણ ઘણા રસપ્રદ છે. આ CONTESTANT માં સૌથી મજેદાર જો કોઈ હોય તો તે ચંદ્રિકા દીક્ષિત છે. ચંદ્રિકા દીક્ષિત એટલે વડાપાવ ગર્લ. વડપાવ ગર્લ સોશિયલ મીડિયા ઉપર ઘણી લોકપ્રિય છે. તમે પણ આ વડાપાવ ગર્લની કોઈ વિડીયો તમારા ફીડ ઉપર જ જોઈ હશે. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે આ વડાપાવ ગર્લ કે જે દિલ્હીના રસ્તાઓ ઉપર એક લારીમાં વડાપાવ વેચે છે તે એક દિવસમાં કેટલા પૈસા કમાય છે. ચાલો આ અહેવાલમાં જાણીએ કે વડપાવ ગર્લ ચંદ્રિકા દીક્ષિત એક દિવસમાં કેટલા રૂપિયા કમાય છે.

Advertisement

વડપાવ ગર્લ એક દિવસમાં જ કરે છે આટલી કમાણી

ચંદ્રિકા દીક્ષિતે હવે BIG BOSS ના ઘરમાં એન્ટ્રી કરી દીધી છે. ચંદ્રિકા દીક્ષિતે ઘરમાં આવ્યા બાદ બાકી CONTESTANT સાથે વાતચીત દરમિયાન ઘણા ખુલાસા કર્યા છે. સહ-સ્પર્ધકો સાથે બોન્ડ બનાવતા સમયે વાતચીમાં ચંદ્રિકાએ પોતાની કમાણી અંગે ખુલાસો કર્યો હતો. ચંદ્રિકાએ કહ્યું હતું કે, તે દિલ્હીના રસ્તા ઉપર વડાપાવ વેચીને એક દિવસમાં 40,000 રૂપિયા કમાય છે. આ વાત ખરેખર આશ્ચર્યજનક છે.

Advertisement

શા માટે વડાપાવ ગર્લ આવી BIG BOSS OTT માં ?

વધુમાં ચંદ્રિકાએ તેના શો માં આવતા પહેલા પોતે આ શો માં ભાગ લેવા માટેનું કારણ જણાવ્યું હતું. તેને કહ્યું હતું કે, 'લોકો ત્યાં ટિપ્પણી કરવા માટે છે. લોકો કંઈક કહેશે, કહેવું એ લોકોનું કામ છે. લોકો તેમની વાર્તા અને સંઘર્ષને જાણ્યા વિના અન્ય લોકોના જીવન પર ટિપ્પણી કરે છે… મને આશ્ચર્ય થાય છે કે લોકો મારા વિશે કંઈપણ જાણ્યા વિના આટલી ઝડપથી ધારણાઓ બાંધે છે. હું આવું ક્યારેય નથી કરતી...' આ વખતની સીઝન ખરેખર રસપ્રદ રહેવાની છે. દર્શકો તેના માટે ઘણા ઉત્સાહિત છે.

આ પણ વાંચો : MAHARAJ ફિલ્મના રિલીઝ બાદ પણ વિરોધ યથાવત, NETFLIX હેડક્વાર્ટરમાં ફિલ્મ વિરૂદ્ધ પિટિશન દાખલ કરાઇ

Advertisement

Tags :
Advertisement

.