Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SITA JAYANTI : આજે સીતા જયંતીનો પાવન અવસર, દાંપત્ય જીવન સુખી રાખવા માં ભૂમિજાની કરો પૂજા

SITA JAYANTI : આજે 16 મી મે 2024 ના રોજ સીતા જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો દિવસ માતા સીતાને સમર્પિત કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે માતા સીતા પૃથ્વી પર પ્રગટ થયા હતા. તેથી જ આજનો...
sita jayanti   આજે સીતા જયંતીનો પાવન અવસર  દાંપત્ય જીવન સુખી રાખવા માં ભૂમિજાની કરો પૂજા

SITA JAYANTI : આજે 16 મી મે 2024 ના રોજ સીતા જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો દિવસ માતા સીતાને સમર્પિત કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે માતા સીતા પૃથ્વી પર પ્રગટ થયા હતા. તેથી જ આજનો દિવસ સીતા નવમી તરીકે ઉજવવામાં આવે છે. સીતા જયંતી દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સીતાની પૂજા અને અર્ચના કરવાનું મહાત્મય છે.

Advertisement

ભૂમિમાંથી પ્રગટ્યા માં સીતા તો કહેવાયા " ભૂમિજા "

રામાયણના મુખ્ય પાત્ર, ભગવાન શ્રી રામના જીવન સંગિની અને લક્ષ્મીજીના અવતાર માતા સીતા રાજા જનકના પુત્રી છે. તેના કારણે તેમને જાનકી પણ કહેવામાં આવે છે. તેમના અવતરણ પાછળ એક પૌરાણિક કથા છે. રાજા જનકના રાજ્ય મિથિલામાં ઘણા વર્ષોથી પાણીનું એક ટીપું પણ પડ્યું ન હતું. દુષ્કાળના કારણે મિથિલાના લોકો પાણીના એક-એક ટીપા માટે તડપતા હતા. પોતાની ભૂખી અને તરસેલી પ્રજાને જોઈને રાજા જનક દુખી થવા લાગ્યા. મિથિલાની બગડતી હાલત જોઈને ઋષિઓએ રાજા જનકને સોનાના ખેતરો જાતે ખેડવાનું કહ્યું, જેથી ભગવાન ઈન્દ્રની કૃપા તેમના રાજ્ય પર રહે. રાજા જનકે રાજ્યમાં પ્રજા કલ્યાણ માટે દુકાળનો અંત લાવવા માટે ખેતરમાં હળ ચલાવ્યું હતું. આ સમયે તેમનું હળ બોક્સ સાથે અથડાયું. પછી રાજા જનકે બોક્સ બહાર કાઢ્યું અને જોયું કે તેમાં એક બાળક હતું. રાજા જનકને તે સમયે કોઈ સંતાન ન હતું, તેથી તેમણે આ બાળકીને દત્તક લીધી અને તેનું નામ સીતા રાખ્યું હતું. માતા સીતા જમીનમાંથી જન્મ્યા હોવાથી તેમનું એક નામ ભૂમિજા પણ છે. એવું કહેવાય છે કે, સીતાજીના દર્શન થતાં જ મિથિલા રાજ્યમાં ભારે વરસાદ થયો અને ત્યાંનો દુષ્કાળ દૂર થઈ ગયો હતો.

Advertisement

ઇચ્છિત જીવનસાથીની કામના માટે કરો માં સીતાની પૂજા

સીતા જયંતીના દિવસે માં સીતાની પૂજા કરવાનું મહાત્મય હોય છે. આજના આ પાવાન દિવસે માતા સીતાને સોળ શૃંગાર વસ્તુઓ અર્પણ કરવાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે અને તમારા દાંપત્ય જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. આજના દિવસે કુંવારી છોકરીઓ પોતે ઇચ્છિત જીવનસાથીની કામના માટે માં સીતાની પૂજા કરી શકે છે. સીતા નવમીના શુભ અવસર પર માતા સીતાને પ્રસન્ન કરવા માટે સીતા ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સીતા ચાલીસાનો પાઠ કરવાથી સાધકના જીવનમાંથી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સાથે વ્યક્તિને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.

Advertisement

આ પણ વાંચો : Rashifal: આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે

Tags :
Advertisement

.