Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે શનિ જયંતિ સાથે સર્જાયો દુર્લભ સંયોગ,આ કામ કરી લેશો તો જીવનની દરેક સમસ્યા થઈ જશે દુર

શનિ દેવ કર્મ ફળના દાતા છે તેઓ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવ સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર છે. જ્યેઠ માસની અમાસના દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. તેથી જ આ દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આજે...
આજે શનિ જયંતિ સાથે સર્જાયો દુર્લભ સંયોગ આ કામ કરી લેશો તો જીવનની દરેક સમસ્યા થઈ જશે દુર

શનિ દેવ કર્મ ફળના દાતા છે તેઓ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવ સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર છે. જ્યેઠ માસની અમાસના દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. તેથી જ આ દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આજે 19મી મે અને શુક્રવારે શનિ જયંતિ ધામધૂમથી ઉજવાશે. આ દિવસે શનિ દેવની પૂજા અને કેટલાક ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ સાથે જ જો કુંડળીમાં શનિદોષ હોય તો તમને તેના કારણે આવતી આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓમાંથી રાહત મળે છે.

Advertisement

શનિ જયંતિનું પૂજા મુહૂર્ત
હિન્દી પંચાંગ અનુસાર આ વખતે અમાસની તિથિ 18 મેના રોજ રાત્રે 09.42 વાગ્યાથી શરૂ થઈ છે જે 19 મેના રોજ રાત્રે 9.22 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર આ વર્ષે શનિ જયંતિ 19 મે શુક્રવારે ઉજવવામાં આવી રહી છે. આજે શનિદેવની પૂજા કરવાનો શુભ સમય રાત્રે 9.30 વાગ્યા સુધી રહેશે.

Advertisement

શનિ જયંતિના દુર્લભ સંયોગ
આજે શનિ જયંતિ પર અનેક શુભ અને દુર્લભ સંયોગ સર્જાયા છે. 30 વર્ષ પછી શનિ જયંતિના દિવસે શનિ તેની મૂળ રાશિ કુંભમાં છે. આ ઉપરાંત આજે કૃતિકા નક્ષત્ર પણ છે. આવી સ્થિતિમાં શનિ સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવાનો સુવર્ણ અવસર છે. આજે કરેલા ઉપાયો અને મંત્ર જાપથી બધા દુ:ખ દૂર થશે.

શનિ જયંતિનો ઉપાય
આજે શનિ જયંતિના દિવસે શનિ મંદિરમાં જઈને શનિદેવને પ્રણામ કરો. ત્યારબાદ તેમનો અભિષેક સરસવના તેલથી કરો. શનિદેવને કાળા તલ, અડદની દાળ, બ્લુ ફૂલ અને વસ્ત્ર અર્પણ કરો. તેમની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને 'ઓમ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો. આજે શનિ ચાલીસા અને શનિ કવચનો પાઠ કરવાથી પણ ફાયદો થશે. અંતમાં શનિદેવની આરતી કરો અને યથાશક્તિ જરૂરિયાતમંદોને દાન કરો.

Advertisement

આપણ  વાંચો -બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શા માટે પ્રખ્યાત છે? વાંચો વિગતવાર

Tags :
Advertisement

.