Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે આમલકી એકાદશી સર્જાશે શુભ યોગ, આમળા વૃક્ષની પૂજાથી પ્રસન્ન થશે લક્ષ્મીનારાયણ

દરેક એકાદશીની જેમ જ આ દિવસે પણ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે પણ વ્યક્તિ આમલકી એકાદશી (Amlaki Ekadashi) નું વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુ સાથે આમળાના વૃક્ષની પૂજા કરે છે,...
આજે આમલકી એકાદશી સર્જાશે શુભ યોગ  આમળા વૃક્ષની પૂજાથી પ્રસન્ન થશે લક્ષ્મીનારાયણ

દરેક એકાદશીની જેમ જ આ દિવસે પણ ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે પણ વ્યક્તિ આમલકી એકાદશી (Amlaki Ekadashi) નું વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુ સાથે આમળાના વૃક્ષની પૂજા કરે છે, તેને મૃત્યુ બાદ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હિંદુ પંચાંગ અનુસાર, ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર આમલકી એકાદશી વ્રત કરવામાં આવે છે. આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આમળાના વૃક્ષને આદિ વૃક્ષ કહેવામાં આવે છે કારણ કે જ્યારે સૃષ્ટિની રચના માટે બ્રહ્માજીની ઉત્પત્તિ થઇ, જ્યારે ભગવાન વિષ્ણુએ આમળાના વૃક્ષની પણ ઉત્પત્તિ કરી હતી.

Advertisement

20 માર્ચ એટલે કે આજે આમલકી એકાદશીની ઉજવણી કરવામાં આવશે. હિંદુ કેલેન્ડર મુજબ આમલકી એકાદશી પર ઘણા શુભ યોગો બની રહ્યા છે. આજે રવિ યોગની સાથે અતિગંડ અને પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે. રવિ યોગ સવારે 06.25 થી શરૂ થશે, જે રાત્રે 10.38 કલાકે સમાપ્ત થશે. આ સાથે અતિગંડ યોગ સવારથી સાંજના 05.01 સુધી છે. આ સિવાય પુષ્ય નક્ષત્ર રાત્રે 10.38 સુધી છે.

આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આમલકીનો અર્થ આંબળા થાય છે. આમળાના વૃક્ષને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં દેવતાઓનો વાસ હોય છે. આમળાના વૃક્ષની પૂજા કરવાથી તમામ દેવોના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ આમળાને આદિ વૃક્ષ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કર્યું હતું. માન્યતા છે કે આમલકી એકાદશીના દિવસે આંબળા અને શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમલકી એકાદશીનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં મળી આવે છે. આ પૂજા કરવાથી પરિવારમાં સુખ અને પ્રેમનું વાતાવરણ જળવાયેલું રહે છે.

Advertisement

તો આ તરફ ગરૂડ પુરાણમા ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે ભગવતી અને લક્ષ્મીજીના આંસૂથી આમળાના ઝાડની ઉત્પત્તિ થઇ હતી. આમળાના વૃક્ષમાં ત્રિદેવો એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવે છે. બ્રહ્માજી આમળાના ઉપરના ભાગમાં, શિવજી મધ્ય ભાગમાં અને ભગવાન વિષ્ણુ આમળાની જડમાં નિવાસ કરે છે. માન્યતા છે કે જે ભક્તો આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના અને આંબળાના વૃક્ષની પૂજા કરે છે, તેમને પુણ્યકાળની પ્રાપ્તિ થાય છે.

અહેવાલ - કુશાગ્ર ભટ્ટ, અમદાવાદ 

Advertisement

આ પણ વાંચો - Vadodara : શિવજી કી સવારીમાં શિવ પરિવારના દર્શન કરવા ઉમટ્યા ભક્તો

આ પણ વાંચો - Vishwa Umiya Dham : પાલનપુરમાં પાટીદારોનો ‘આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના’ અભિયાન કાર્યક્રમ, આરોગ્યમંત્રી-સંસ્થા પ્રમુખની હાજરી

આ પણ વાંચો - GUJRAT FIRST EXCLUSIVE : વિદેશી ધરતી પર દ્વારકાના સ્વામીજી સન્માનિત, પ્રતિષ્ઠિત એવોર્ડ મળતા સાધુ-સંતોમાં ખુશી

Tags :
Advertisement

.