પાદરામાં બે કોમના લોકો વચ્ચે ઘર્ષણ, ટોળુ પહોંચ્યુ પોલીસ સ્ટેશન, શ્રી રામના નારા લગાવી દોષિતો સામે કડક પગલાની માંગ
અહેવાલઃ વિજય માલી, પાદરા પાદરામાં કોમી છમકલામાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા. જુલૂસમાં વિધર્મી યુવકો દ્વારા હિંદૂઓની ધાર્મિક લાગણી દૂભાય તેવા શબ્દોનો પ્રયોગ કરતા મામલો બીચકયો હતો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ખાતે ગત મોડી રાત્રીના મુસ્લિમ સમાજ દ્વારા...
Advertisement
અહેવાલઃ વિજય માલી, પાદરા
પાદરામાં કોમી છમકલામાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા. જુલૂસમાં વિધર્મી યુવકો દ્વારા હિંદૂઓની ધાર્મિક લાગણી દૂભાય તેવા શબ્દોનો પ્રયોગ કરતા મામલો બીચકયો હતો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકા ખાતે ગત મોડી રાત્રીના મુસ્લિમ સમાજ દ્વારા મહંમદ પયગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે જુલૂસ કાઢવામાં આવ્યું હતું.
વિધર્મી યુવકો દ્વારા વાંધાજનક ઈશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનું ઉચ્ચારણ
દરમિયાન પાદરાના અંબાજી તળાવ ખાતે કેટલાક યુવાનો મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરતા હતા. તે સમયે જુલૂસમાં સામેલ કેટલાક વિધર્મી યુવકો દ્વારા વાંધાજનક ઈશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરાતા મામલો બીચકયો હતો. બને કોમના ટોળાં સામસામે આવી કોમી છમકલું સર્જાયું હતું.
જય શ્રી રામના નારા સાથે દોષિતોને કડક સજા આપવાની માગ
બનાવ સંદર્ભે હિન્દૂ સંગઠનો સાથે મોટી સંખ્યા માં લોકો પાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા. અને હોબાળો મચાવી જય શ્રી રામના નારા સાથે દોષિતોને કડક સજા આપવાની માગ કરી હતી.. જોકે પરિસ્થિતિ તંગ બનતા જિલ્લા પોલિસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહીત જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી, એસ.ઓ.જી. પોલીસનો કાફલો પણ પાદરા પોલીસ મથકે ખાતે દોડી આવ્યો હતો.
ઘટના સંદર્ભે પાદરા પોલીસે 13 લોકો વિરુદ્ધ નામ જોગ અને 40 ના ટોળા વિરુદ્ધ રાયોટીંગ અને ચેનની લૂંટની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી 22 જેટલા શકમંદો ને રાઉન્ડ અપ કર્યા છે.