Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચંદ્રની સપાટીની 10 મીટર નજીક પહોંચતાજ કાચબાની ચાલ ચાલશે ચંદ્રયાન-3, રશિયાના અનુભવ પરથી લીધો બોધપાઠ

ચંદ્રયાન-3નું લેન્ડિંગ 23 આજે સાંજે 6.04 કલાકે થવાનું છે. હવે બહુ સમય બચ્યો નથી. વિક્રમ લેન્ડર 25 કિમી x 134 કિમીની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. 25 કિમીની આ ઉંચાઈથી નીચે જવું પડે છે. ગઇ વખતે ચંદ્રયાન-2 તેની હાઇ સ્પીડ,...
ચંદ્રની સપાટીની 10 મીટર નજીક પહોંચતાજ કાચબાની ચાલ ચાલશે ચંદ્રયાન 3  રશિયાના અનુભવ પરથી લીધો બોધપાઠ

ચંદ્રયાન-3નું લેન્ડિંગ 23 આજે સાંજે 6.04 કલાકે થવાનું છે. હવે બહુ સમય બચ્યો નથી. વિક્રમ લેન્ડર 25 કિમી x 134 કિમીની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. 25 કિમીની આ ઉંચાઈથી નીચે જવું પડે છે. ગઇ વખતે ચંદ્રયાન-2 તેની હાઇ સ્પીડ, સોફ્ટવેરની ખામી અને એન્જિન ફેઇલ જવાને કારણે પડી ગયું હતું. આ વખતે એવી ભૂલ ન થવી જોઈએ, એટલા માટે ચંદ્રયાન-3માં ઘણા પ્રકારના સેન્સર અને કેમેરા લગાવવામાં આવ્યા છે. LHDAC કૅમેરા ખાસ કરીને ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરને સુરક્ષિત રીતે કેવી રીતે લેન્ડ કરી શકાય તે હેતુથી બનાવવામાં આવ્યો છે. આ સાથે, કેટલાક વધુ પેલોડ્સ લેન્ડિંગ સમયે મદદ કરશે, તે છે- લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC), લેસર અલ્ટીમીટર (LASA), લેસર ડોપ્લર વેલોસિટીમીટર (LDV) અને લેન્ડર હોરિઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) એકસાથે કામ કરશે. જેથી લેન્ડરને સુરક્ષિત સપાટી પર લેન્ડ કરી શકાય. આ વખતે વિક્રમ લેન્ડરમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલું એ છે કે તેમાં સેફ્ટી મોડ સિસ્ટમ છે. જે તેને કોઈપણ પ્રકારના અકસ્માતથી બચાવશે. આ માટે વિક્રમમાં બે ઓનબોર્ડ કોમ્પ્યુટર લગાવવામાં આવ્યા છે, જે તમામ પ્રકારના જોખમની જાણકારી આપશે. આ માહિતી તેમને વિક્રમ પર લાગેલા કેમેરા અને સેન્સર દ્વારા આપવામાં આવશે.

Advertisement

ચંદ્રયાન-3નું લેન્ડિંગ કેવી રીતે થશે?

- વિક્રમ લેન્ડર 25 કિલોમીટરની ઉંચાઈથી ચંદ્ર પર ઉતરવાની યાત્રા શરૂ કરશે.
- આગલા તબક્કામાં પહોંચવામાં લગભગ 11.5 મિનિટ લાગશે (7.4 કિલોમીટરની ઉંચાઈ પર પહોંચે ત્યાં સુધી)
- જ્યાં સુધી તે 7.4 કિલોમીટરની ઉંચાઈ સુધી પહોંચે ત્યાં સુધી તેની ઝડપ 358 મીટર પ્રતિ સેકન્ડ રહેશે
- 7.4 કિલોમીટરની ઉંચાઇથી નીચે જતા આગળનો સ્ટોપ 6.8 કિલોમીટર બાકી હશે ત્યારે આવશે
- 6.8 કિમીની ઉંચાઈ પર સ્પીડ ઘટીને 336 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. આગળનું લેવલ 800 મીટરનું હશે.
- 800 મીટરની ઉંચાઈ પર લેન્ડરના સેન્સર ચંદ્રની સપાટી પર લેસર કિરણો મૂકીને લેન્ડિંગ માટે યોગ્ય જગ્યા શોધી લેશે.
- 150 મીટરની ઉંચાઈ પર લેન્ડરની ઝડપ 60 મીટર પ્રતિ સેકન્ડ હશે.આ સ્પીડ તે 800 થી 150 મીટરની ઊંચાઈ પર પહોંચે ત્યાં સુધી રહેશે .
- 60 મીટરની ઉંચાઈ પરના લેન્ડરની ઝડપ 40 મીટર પ્રતિ સેકન્ડ હશે, એટલે કે 150 થી 60 મીટરની ઉંચાઈ વચ્ચે
- 10 મીટરની ઉંચાઈ પર લેન્ડરની સ્પીડ 10 મીટર પ્રતિ સેકન્ડ હશે.
- ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે, એટલે કે સોફ્ટ લેન્ડિંગ માટે, લેન્ડરની ઝડપ 1.68 મીટર પ્રતિ સેકન્ડ રહેશે

Advertisement

Tags :
Advertisement

.