Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નાના માણસો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, Small Saving Scheme ના વ્યાજદરો વધાર્યા

મોદી સરકારે સામાન્ય માણસને મોટી રાહત આપતા Small Saving Scheme ના વ્યાજદરો વધારી દીધાં છે. સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજમાં 0.3% નો વધારો કરી દીધો છે. નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજમાં સરકારે 0.10 % થી 0.30 % નો...
નાના માણસો માટે મોદી સરકારનો મોટો નિર્ણય  small saving scheme ના વ્યાજદરો વધાર્યા
Advertisement

મોદી સરકારે સામાન્ય માણસને મોટી રાહત આપતા Small Saving Scheme ના વ્યાજદરો વધારી દીધાં છે. સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજમાં 0.3% નો વધારો કરી દીધો છે. નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજમાં સરકારે 0.10 % થી 0.30 % નો વધારો કર્યો છે. 2 વર્ષની ડિપોઝિટ પર વ્યાજ દર 0.10 વધારી છે જ્યારે 5 વર્ષની ડિપોઝિટ પર હવે 0.30 % વ્યાજ મળશે. જોકે PPF, કિસાન વિકાસપત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના, સિનિયર સિટિઝન સ્કિમમાં કોઈ ફેરફાર નથી કર્યો.

Advertisement

Advertisement

ઉલ્લેખનીય છે કે, એપ્રીલ જુનના ક્વાટર માટે વ્યાજદરોમાં 0.7% નો વધારો થયો હતો. જોકે PPF ના દરો એપ્રીલ 2020 પછી થી 7.1% ના સ્તરે જ સ્થિર છે. ગત એક વર્ષથી વધારે સમયગાળામાં રિઝર્વ બેંક મુખ્ય દરોને 2.5% વધારી ચુકી છે જેના કારણ FD દરોમાં પણ વધારો જોવા મળ્યો છે. આને જોતા સામાન્ય લોકો આશા કરી રહ્યાં હતા કે આ વખતે PPF ના દરોમાં પણ વધારો જોવા મળી શકે છે પણ PPF ના દરોમાં વધારો કરવામાં આવ્યો નથી.

Advertisement

જુનના ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાના દરોનું એલાન એપ્રીલની શરૂઆતમાં થયું હતું. આ દરમિયાન PPF અને પોસ્ટ ઓફીસની સેવિગ્સ એકાઉન્ટના દરો પણ સ્થિર રાખવામાં આવ્યા હતા. આ જાહેરાતની સાથે નાની બચત યોજનાઓના વ્યાજદર 4% થી લઈને 8.2% વચ્ચે છે. હાલ પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ પર 4%, પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ પર 6.2% ઈન્ટરેસ્ટ મળી રહ્યું છે.

આ સિવાય પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કિમ પર 7.4 %, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ પર એકથી 5 વર્ષની વચ્ચે 6.8 થી 7.5 %, કિસાન વિકાસપત્ર પર 7.5% (115 મહિના), PPF પર 7.1%, સુકન્યા સમુદ્ધિ યોજના પર 8%, નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ પર 7.7 % અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર 8.2% નું વ્યાજ મળી રહ્યું છે.

સ્મોલ સેવિંગ્સ સ્કિમ પર દર ત્રિમાસિક ગાળામાં ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર કરવામાં આવે છે. આ વ્યાજદરોનું એલાન ક્વાટર શરૂ થવાના એક દિવસ પહેલા કરવામાં આવે છે. જોકે તેને ગણતરી છેલ્લા 3 મહિનામાં ગવર્નમેન્ટ સિક્યોરિટિના આધાર પર થાય છે. સ્મોલ સેવિગ્સ પર વ્યાજદરો 10 વર્ષની ગવર્નમેન્ટ સિક્યોરિટીના પ્રદર્શનના આધાર પર નક્કી કરવામાં આવે છે. દર સેવિગ્સ સ્કિમ માટે વ્યાજ નક્કી કરવા માટે ખાસ ફોર્મ્યૂલા હોય છે.

આ પણ વાંચો : વિશ્વના ટોપ 20 અમીરોમાં એકવાર ફરી સામેલ થયા અદાણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Trending News

.

×