ચૂંટણીટાણે જનતાને મળ્યા Good News, સિલિન્ડર થયું સસ્તું
લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) ના છેલ્લા તબક્કા (Last Phase) ના મતદાનના દિવસે દેશવાસીઓને મોંઘવારીના મોરચે મોટી રાહત મળી છે. આજે 1લી જૂનથી સિલિન્ડર (Cylinder) ના ભાવમાં ઘટાડો થયો છે. જણાવી દઇએ કે, કોમર્શિયલ LPG સિલિન્ડર (Commercial LPG Cylinders) ની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે અને તે 69.50 રૂપિયા સસ્તો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Oil Marketing Companies) એ શનિવારે દેશભરમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. રૂ. 69.50 ના સુધારેલા દરો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે. આજથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1,676 રૂપિયા છે.
ગ્રાહકોને મળી ભેટ
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા LPG સિલિન્ડર ગ્રાહકોને ભેટ મળી છે. ઓઈલ માર્કેટિંગ પેટ્રોલિયમ કંપનીઓએ LPG સિલિન્ડરની કિંમતમાં 72 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આજે 1 જૂનથી દિલ્હીમાં LPG સિલિન્ડર 69.50 રૂપિયા, કોલકાતામાં 72 રૂપિયા, મુંબઈમાં 69.50 રૂપિયા અને ચેન્નાઈમાં 70.50 રૂપિયા સસ્તું થયું છે. આ ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડર (Commercial LPG Cylinders) માં જ થયો છે. ઘરેલું LPG સિલિન્ડર જૂના દરે જ મળશે. જણાવી દઇએ કે, આજથી આ બ્લુ સિલિન્ડર દિલ્હીમાં 1745.50 રૂપિયાના બદલે 1676.00 રૂપિયામાં મળશે. કોલકાતામાં આજે ચૂંટણીનો દિવસ છે જ્યા આ 1787.00 રૂપિયામાં મળશે. અગાઉ અહીં કોમર્શિયલ સિલિન્ડર 1859 રૂપિયામાં મળતું હતું. મુંબઈમાં આજથી 19 કિલોનો સિલિન્ડર 1698.50 રૂપિયાને બદલે 1629.00 રૂપિયામાં મળશે. જ્યારે ચેન્નાઈમાં તે હવે 1911 રૂપિયાને બદલે 1840.50 રૂપિયામાં મળશે.
મતદાન સ્થળોએ સિલિન્ડર કેટલા દરે ઉપલબ્ધ છે?
ઉત્તર પ્રદેશની જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ આજથી ઘટાડો થયો છે. યોગી આદિત્યનાથના શહેર ગોરખપુરમાં 1 જૂનથી કોમર્શિયલ સિલિન્ડર માત્ર 1846 રૂપિયામાં મળશે. 14 કિલોનું ઘરેલું સિલિન્ડર તેના જૂના 865 રૂપિયાના દરે જ મળશે. કુશીનગરમાં કોમર્શિયલ સિલિન્ડર 1866 રૂપિયામાં આવ્યો છે, જ્યારે મહારાજગંજમાં 1848.50 રૂપિયા છે. દેવરિયામાં હવે આ સિલિન્ડર 1877.5 રૂપિયામાં મળશે, જ્યારે ઘરેલું સિલિન્ડર 882.50 રૂપિયાના જૂના દરે ઉપલબ્ધ રહેશે. આ સિવાય બાંસગાંવ, ઘોસી, સલેમપુર, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર અને રોબર્ટસગંજમાં પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 72 રૂપિયાનો ઘટાડો થયો છે. કોલકાતામાં, જ્યાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 829 રૂપિયા છે, ત્યાં 1 જૂનથી કોમર્શિયલ સિલિન્ડર 1787 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ સિવાય દમદમ, બારાસત, બસીરહાટ, જયનગર, મથુરાપુર, ડાયમંડ હાર્બર, જાદવપુર, કોલકાતા દક્ષિણમાં પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે.
સતત ત્રીજા મહિને ભાવમાં ઘટાડો થયો
એક મહિના પહેલા, 1 મેના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તાત્કાલિક અસરથી કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં યુનિટ દીઠ 19 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1745.50 રૂપિયા હતી. અગાઉ એપ્રિલમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 30.50 રૂપિયા ઘટીને 1764.50 રૂપિયા થઈ હતી. જણાવી દઈએ કે LPG સિલિન્ડરની કિંમત નવા મહિનાની શરૂઆત સાથે એડજસ્ટ થઈ જાય છે. સરકાર ઘરોમાં રસોઈ બનાવવા માટે LPG સિલિન્ડરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેમ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, જે પાત્ર પરિવારોને સબસિડી પૂરી પાડે છે.
ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
જણાવી દઇએ કે, ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘરોમાં મહિલાઓ તેમના રસોડામાં 14.2 કિલોના સિલિન્ડરનો ઉપયોગ કરે છે. તે દિલ્હીમાં 803 રૂપિયામાં ઉપલબ્ધ છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે તેની કિંમત 603 રૂપિયા છે. કોલકાતામાં ઘરેલું સિલિન્ડર 829 રૂપિયામાં મળે છે. મુંબઈમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 802.50 રૂપિયામાં વેચાય છે. ચેન્નાઈમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 818.50 રૂપિયા છે. મોદી સરકારે 8 માર્ચે મહિલા દિવસ પર મહિલાઓને સસ્તા સિલિન્ડરની ભેટ આપી હતી. તે સમયે સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - LPG Cylinder Price: મોંઘવારીમાં મોટી રાહત! LPG સિલિન્ડર થયું સસ્તું, જાણો નવો ભાવ
આ પણ વાંચો - LPG Gas : મોંઘવારીમાં રાહત, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે અત્યારની Price…