Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સારા વરસાદને પગલે ઘોઘંબામાં હાથણી માતાનો ધોધ શરૂ થતાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટયા

અહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ ચોમાસાની ઋતુમાં પંચમહાલ જિલ્લામાં કુદરતી નજારો ચોતરફ ખીલી ઉઠતો હોય છે જેનો માણવા માટે માત્ર પંચમહાલ જિલ્લામાંથી જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાંથી પર્યટકો મોટી સંખ્યામાં ઊમટતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે. જેમાં પણ...
સારા વરસાદને પગલે ઘોઘંબામાં હાથણી માતાનો ધોધ શરૂ થતાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટયા

અહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ

Advertisement

ચોમાસાની ઋતુમાં પંચમહાલ જિલ્લામાં કુદરતી નજારો ચોતરફ ખીલી ઉઠતો હોય છે જેનો માણવા માટે માત્ર પંચમહાલ જિલ્લામાંથી જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાંથી પર્યટકો મોટી સંખ્યામાં ઊમટતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે. જેમાં પણ ખાસ કરીને ઘોઘંબાના સરસવા ગામે આવેલો હાથણી માતાનો ધોધ ચોમાસાના વરસાદ દરમિયાન શરૂ થઈ જતો હોય છે જેથી અહીંયા મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યભરમાંથી શહેરજનો મોટી સંખ્યામાં આવી ધોધમાર ધોધમાં સ્નાન કરવા સાથે પ્રકૃતિનો આનંદ માણી શનિવાર અને રવિવારે ખૂબ જ મોજ કરતા હોય છે.

Advertisement

મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના સરસવા ગામે આવેલા ધોધ ખૂબ જ પ્રચલિત છે તેમજ અહીં સહેલાણીઓ માટે નજીકમાં આ ધોધ આવેલો હોવાથી ચોમાસાની ઋતુ દરમિયાન શનિવાર અને રવિવારે અહીં મોટી સંખ્યામાં સૌ વિક એન્ડ ની ઉજવણી કરવા માટે આવતા હોય છે. વર્ષોથી આ બંને ધોધ ચોમાસામાં સારો વરસાદ થવા સાથે જીવંત થતો હોય છે જેની સાથે જ પ્રકૃતિનો નજારો ખીલી ઉઠતો હોય છે અને જો તરફ હરિયાળો માહોલ જોવા મળતો હોય છે. આંખોને ઠંડક અપાવે એવા દ્રશ્યો અહીં જોવા મળતા હોય છે જેથી દૂર દૂરથી પર્યટકો અહીં આવી ગ્રામ્ય વિસ્તારના દેશી નાસ્તા સહિતની મોજ પણ માણતા હોય છે.

Advertisement

ઘોઘંબા નજીક આવેલો પોયલી ધોધ ગઈકાલે જ ભારે વરસાદ થતાં શરૂ થઈ ગયો છે અને શરૂ થવા ની સાથે જ અહીંયા પર્યટકો રવિવારે મોટી સંખ્યામાં ઉમટયા હતા. દૂર દૂરથી પર્યટકો વહેલી સવારે અહીંયા આવી પહોંચ્યા હતા અને મોડી સાંજ સુધી ધોધની મજા માણી હતી.

હાથણી માતાના ધોધ ખાતે આવતાં પર્યટકોની માંગણી છે કે સરકાર દ્વારા અહીંયા ઉપરના જવા માટે નો જે રસ્તો છે જેના પગથીયા તૂટી ગયા છે જેથી જોખમી રીતે અહીંયા લપસી જવા ની સ્થિતિ વચ્ચે પસાર થઈ ઉપર જવું પડતું હોય છે. સાથે સાથે જ આજુબાજુનો જે વિસ્તાર છે જેમાં પણ સેલ્ફી લેવા માટે કેટલાક યુવક યુવતીઓ જતાં હોય છે જે પણ ક્યારેક જોખમી સાબિત થઈ શકે એવા દ્રશ્યો અહીં જોવા મળતા હોય છે. ત્યારે અહીં યોગ્ય રીતે હિલ સ્ટેશન ઉપર જઈ શકાય એવી રીતે પણ વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે જ પર્યટક સ્થળ તરીકે આ જગ્યાનો વિકાસ કરવામાં આવે તો સ્થાનિકોને ને રોજગારી મળવા સાથે પર્યટકોને પણ સુવિધા મળી શકે એમ છે એવી પર્યટકો ની માંગણી જોવા મળી રહી છે.

પોયલી ખાતે આવેલો હાથણી માત ના ધોધની મજા માણવા રવિવારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતા અને પર્યટકોએ ભરપેટ પ્રકૃતિનો આનંદ માણી સાથે સાથે જ ધોધ ના પાણીમાં સ્નાન કરવાના મજા માણી હતી. પરંતુ અહીં આવેલા કેટલાક પર્યટકો ખૂબ જ જોખમી રીતે નજીકમાં આવેલા બંને ડુંગરો ઉપર ટોચ ઉપર જઈ સોશ્યલ મીડિયા માટે રીલ્સ અને સેલ્ફી મોબાઈલ મારફતે લેતાં જોવા મળી રહ્યા હતા જે ખૂબ જ અત્યંત અને જોખમી સ્થિતિ જોવા મળી હતી. ત્યારે અહીંયા જોખમી રીતે બંને તરફને ડુંગર પર્યટકો જઈ રહ્યા છે જેને કારણે ક્યારેક અકસ્માત સર્જાય એ પૂર્વે તંત્ર દ્વારા અહીંયા સિક્યુરિટીની સગવડ કરવામાં આવે એવી પણ માંગ જોવા મળી રહી છે.

Tags :
Advertisement

.