Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રી રામની 'પ્રાણ પ્રતિષ્ઠા' ના દિવસે PM Modi શું કરશે? આ રહી સંપૂર્ણ વિગત

PM Modi: રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રે મોદી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની અધ્યક્ષતા કરવાના છે. અત્યારે પ્રધાનમંત્રી અનુષ્ઠાન કરી રહ્યા છે. તેઓ સખ્ત નિયમોનું પાલન પણ કરી રહ્યા છે. તેઓ જમીન પર શયન...
09:41 AM Jan 21, 2024 IST | VIMAL PRAJAPATI
PM Modi

PM Modi: રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રે મોદી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની અધ્યક્ષતા કરવાના છે. અત્યારે પ્રધાનમંત્રી અનુષ્ઠાન કરી રહ્યા છે. તેઓ સખ્ત નિયમોનું પાલન પણ કરી રહ્યા છે. તેઓ જમીન પર શયન કરે છે અને માત્ર નારિયેળનું પાણી જ પીવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1990માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી સાથે સોમનાથ ગયા હયા ત્યારથી અયોધ્યા રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા છે.

અત્યારે આપણા વડાપ્રધામ નરેન્દ્ર મોદીએ 11 દિવસ માટે અનુષ્ઠાન પાળ્યો છે.તો આવો જાણીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તેમનો કાર્યક્રમ શું હશે?

સવારે 10:25 કલાકે અયોધ્યા એરપોર્ટ આવશે
સવારે 10:45 કલાકે અયોધ્યા હેલિપેડ પર આવશે
સવારે 10:55 કલાકે રામજન્મભૂમિ પર પહોંચશે
સવારે 11:00 કલાકથી બપોરે 12 વાગ્યા સુધી અનામત
બપોરે 12:05થી 12:55 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ટાનું અનુષ્ઠાન શરૂ થશે
બપોરે 12:55 કલાકે તેઓ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના સ્થળેથી નિકળશે
બપોરે 1 કલાકે સાર્વજનિક સમારોહમાં આવશે
બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી અયોધ્યામાં સાર્વજનિક કાર્યક્રમમાં સામેલ થશે
બપોરે 02:10 કલાકથી કુબેર ટીલાની મુલાકાત

તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે રામાયણ સાથે જોડાયેલ મંદિરની મુલાકાત કરી રહ્યા છે. હમણાં જ તેમમે તમિલનાડુમાં શ્રી રંગનાથસ્વામી અને રામનાથસ્વામી મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી. આ સાથે રામેશ્વરમના ‘અંગી તીર્થ’ સમુદ્ર કિનારે સ્નાન પણ કર્યું હતું.

આ પણ વાંચો: રામ લલ્લાની જૂની મૂર્તિના દર્શન પર લાગી રોક, પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર 24 કલાક બાકી

ઉલ્લેખનીય છે કે, રામાયણ સાથે સંકાળાયેલા આંધ્ર પ્રદેશ અને કેરળના મંદિરોની પૂજા કરી આ યાત્રાની શરૂઆત કરી હતી. તેઓ અત્યારે વિવિધ રામ મંદિરોના દર્શને જઈ પૂજા-અર્ચના કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી અત્યારે રામ ભક્તિમાં મગ્ન થઈ ગયા છે. તેઓ બ્રહ્મ મુહૂર્ત એટલે કે, રાત્રી પછીના અને સૂર્યોદય પહેલાના સમયમાં જાગી જાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
amawa ram mandirayodhya ram mandir newsJai Shree Ramnational newspm modipm modi ayodhyapm modi ayodhya ram mandirram mandir ayodhyaram mandir newsSHREE RAM MANDIRShree Ram Temple
Next Article