Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

114 કળશના જળથી Shree Ram કરશે સ્નાન, પ્રાણ પ્રતિષ્ઠાને હવે એક દિવસ બાકી

Shree Ram: ભગવાન શ્રીરામની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર હવે એક જ દિવસ બાકી રહ્યો છે. આ પહેલા જ રામ મંદિર માટે વિશેષ અનુષ્ઠાન ચાલું થઈ રહ્યું છે. તેના ભાગરૂપે આજે 114 કળશોના જળથી ભગવાન શ્રી રામની પ્રતિમાને સ્નાન કરાવવામાં આવશે....
07:59 AM Jan 21, 2024 IST | VIMAL PRAJAPATI
Shree Ram

Shree Ram: ભગવાન શ્રીરામની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર હવે એક જ દિવસ બાકી રહ્યો છે. આ પહેલા જ રામ મંદિર માટે વિશેષ અનુષ્ઠાન ચાલું થઈ રહ્યું છે. તેના ભાગરૂપે આજે 114 કળશોના જળથી ભગવાન શ્રી રામની પ્રતિમાને સ્નાન કરાવવામાં આવશે. આ સાથે રામ લલ્લાના મંડપની પણ પૂજા કરવામાં આવશે. આ બાબતે શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ટ્વીટ કરતા લખ્યું છે કે, રવિવારે સ્થાપિત દેવતાઓનું દૈનિક પૂજન, હવન, પારાયણ, આદિ કાર્ય, પ્રાતઃ મધ્યાધિવાસ, મૂર્તિનું 114 કળશોથી વિવિધ ઔષધીયુક્ટ જળખી સ્નપન, મહાપૂજા, ઉત્સવમૂર્તિની પ્રાસાદ પરિક્રમા, શય્યાધિવાસ, તત્લન્યાસ, મહાન્યાસ આદિન્યાસ, શાંતિક-પૌષ્ટિક-અધોર હોમ, વ્યોહતિ હોમ, રાત્રિ જાગરણ, સાયં પૂજન અને આરતી કરવામાં આવશે.

આજે પણ કરવામાં આવશે હવન-પૂજા

ઉલ્લેખનીય છે કે, પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શનિવારે ભગવાન Shree Ram મંદિરમાં વૈદિક અનુષ્ઠાનોના પાંચમાં દિવસે ફળો અને ચીલી સાથે હવન-પ્રાર્થના કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ પોસ્ટમાં લખ્યું હતું કે, “20 જાન્યુઆીએ દૈનિક પૂજા અને હવન કરવામાં આવ્યો હતો. આ સાથે સાકર અને ફુલોથી અનુષ્ઠાન પણ કરવામાં આવ્યું. રામ મંદિરના પ્રાંગણમાં 81 કળશો સ્થાપિત કરીને તેની પૂજા પણ કરવામાં આવી અને સંધ્યા પૂજા તથા આરતી પણ કરવામાં આવી હતી.”

અરૂણ યોગીરાજે બનાવી છે રામ લલ્લાની મૂર્તિ

નોંધનીય છે કે, અત્યારે ભરતવર્ષના લોકોમાં રામ મંદિરને લઈને ખુબ જ ઉત્સાહનો માહોલ છે. આ અયોધ્યમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળે છે. કારણ કે, સોમવારે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિરના ભવ્ય ઉદ્ઘાટનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શુક્રવારે દેશના પ્રસિદ્ધ મૂર્તિકાર એવા અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામ લલ્લાની મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું, 'કપડાના ટુકડા પાછળ ભગવાનની આંખો છુપાયેલી છે. કારણ કે તેઓને ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પહેલાં પ્રગટ ના કરી શકાય.’

આ પણ વાંચો: અહીં બનશે અયોધ્યા કરતા ચાર ઘણું ઊંચું RAM MANDIR! આ રહી તમામ વિગત

મૂર્તિ અસલી હોય તો તેની તપાસ થવી જોઈએ

શ્રીરામની ખુલ્લી આંખો વાળી તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થવા લાગી છે. આ બાબતે આચાર્ય સત્યેન્દ્ર દાસે મીડિયાને જણાવ્યું કે. 'અમારી માન્યતાઓ અનુસાર, 'પ્રાણ પ્રતિષ્ઠા' પૂર્ણ થયા પહેલા મૂર્તિની આંખો પ્રગટ કરી શકાતી નથી. આંખો દર્શાવતી તસવીરો અસલી મૂર્તિની નથી અને જો વાયરલ તસવીરોમાંની મૂર્તિ વાસ્તવિક હોય તો કોણે આંખો બતાવી અને તસવીરો લીક કરી તેની તપાસ થવી જોઈએ.’

Tags :
amawa ram mandirayodhya ram mandir newsJai Shree Ramnational newsram mandir ayodhyaram mandir newsSHREE RAM MANDIRShree Ram Temple
Next Article