Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ram Temple Infrastructure: જાણો... કેવી રીતે રામ મંદિર 1000 વર્ષ સુધી રહેશે યથાવત ?

Ram Temple Infrastructure: Ayodhya માં આજરોજ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ સંપૂર્ણપણે સંપન્ન થયો છે. આ સાથે મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. જો કે, 2020 માં શરૂ થયેલ રામ મંદિરનું નિર્માણ કાર્ય હજુ પૂર્ણ થયું નથી. રામ મંદિરનો...
ram temple infrastructure  જાણો    કેવી રીતે રામ મંદિર 1000 વર્ષ સુધી રહેશે યથાવત

Ram Temple Infrastructure: Ayodhya માં આજરોજ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ સંપૂર્ણપણે સંપન્ન થયો છે. આ સાથે મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. જો કે, 2020 માં શરૂ થયેલ રામ મંદિરનું નિર્માણ કાર્ય હજુ પૂર્ણ થયું નથી. રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર, ગર્ભગૃહ અને પહેલો માળ સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ મંદિરનો બીજો અને ત્રીજો માળ આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે.

Advertisement

Board Director of Larsen & Toubro એમવી સતીશે કહ્યું કે 15 ઓગસ્ટ, 2020 થી રામ મંદિરના નિર્માણનું કામ કાર્યરત છે. જો કે રામ મંદિરની મુખ્ય ઇમારત અને ગર્ભગૃહ સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતુ મંદિરના બાકીના ભાગોનું કામ હજુ બાકી છે. મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી પથ્થરો લાવવામાં આવ્યા હતા.

Advertisement

1000 વર્ષ સુધી મંદિર કેવી રીતે ઊભું રહેશે?

રામ મંદિરના નિર્માણ માટેના આ પ્રોજેક્ટના Director વિનોદ કુમાર મહેતાએ જણાવ્યું કે મંદિરની Design 1000 વર્ષ માટે તૈયાર કરી છે. મંદિરનો પાયો 12 મીટર સુધી ખોદ્યો છે. રામ મંદિરના નિર્માણમાં વિવિધ પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જેમ કે મંદિરના પાયામાં ગ્રેનાઈટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહને ખૂબ જ સુંદર બનાવવા માટે સફેદ મકરાણા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે મંદિરના સુપર સ્ટ્રક્ચર માટે સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ખાસિયતોના કારણે હજારો વર્ષો સુધી રામ મંદિર અટગ રહેશે.

Advertisement

કેવું છે રામ મંદિર?

અયોધ્યામાં રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર 2.7 એકરમાં બનેલું છે. તે ત્રણ માળનું છે. તેની લંબાઈ 380 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે.

રામ મંદિરમાં કુલ 392 સ્તંભ છે. ગર્ભગૃહમાં 160 સ્તંભો અને ટોચ પર 132 સ્તંભો છે. મંદિરમાં 12 પ્રવેશદ્વાર હશે. આ ભવ્ય મંદિર પરિસરમાં સૂર્ય ભગવાન, ભગવાન વિષ્ણુ અને પંચદેવ મંદિરો પણ બનાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Ram Temple Inauguration: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોની પ્રતિક્રિયા

Tags :
Advertisement

.