Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ram Temple Inauguration: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોની પ્રતિક્રિયા

Ram Temple Inauguration: શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં Actor Jackie Shroff હાજર રહ્યા હતા. આ મહાપર્વ પર તેમને કહ્યું હતું કે, આ અવસરે તેમણે અહીં આવીને ખૂબ ધાન્યતા અનુભવી છે. તેમણે ગર્ભગૃહની અંદર જઈને આર્શિવાદ પ્રાપ્ત કરવાની તક મળી હતી....
06:31 PM Jan 22, 2024 IST | Aviraj Bagda
History will resound with stories of Prana Pratistha

Ram Temple Inauguration: શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં Actor Jackie Shroff હાજર રહ્યા હતા. આ મહાપર્વ પર તેમને કહ્યું હતું કે, આ અવસરે તેમણે અહીં આવીને ખૂબ ધાન્યતા અનુભવી છે. તેમણે ગર્ભગૃહની અંદર જઈને આર્શિવાદ પ્રાપ્ત કરવાની તક મળી હતી. તેમણે એક ફિલ્મમાં Police ની ભૂમિકા ભજવી હતી, તેમા તેમનું નામ રામ હતું.

શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં Actor Dhanush પણ હાજર રહ્યા હતા. તેમણે પણ રામલલાના દર્શન કરી આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે તેઓ એકલા આવ્યા હતા.

આ મહાનપર્વ નિમિતે Poet અને Actor  Shailesh Lodha રામ મંદિરમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ અવસરને સંબોધતા કહ્યું હતું કે, આ અમૂલ્ય ક્ષણને શબ્દોમાં વર્ણવીએ મુશ્કેલ છે. આ મહાનક્ષણ બાદ India એક અનોખા સ્વરૂપમાં નિર્માણ થવા જઈ રહ્યો છે.

Ram Temple Inauguration: BJP Leader  Shahnawaz Hussain પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ અવસરે નિવેદન આપ્યું હતું કે, આ ઘટના બાદ ભારત દેશમાં અસમાનતા અને વિસંગતતામાં ઘટાડો થશે.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં Dr. Imam Umer Ahmed Ilyasi ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ અવસરે નિવેદન આપ્યું હતું કે, આ એક નવિનતમ અને ઉત્તમ ભારતની ક્ષણ છે. દરેક વ્યક્તિની પ્રાર્થના અને ઈબાદત કરવાની રીત અલગ હોય છે. પરંતુ ભાવ એક જ હોય છે.

આ અવસરે Actor Chiranjeevi એ કહ્યું હતું કે, આ ક્ષણ ભારત દેશના દરેક વ્યક્તિ માટે અમૂલ્ય ક્ષણ છે. આ દિવસ ભારતની વાર્તાઓથી ઈતિહાસમાં ગુંજશે.

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં Singer Jubin Nautiyal ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ અવસરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રામનગરી અયોધ્યામાં પ્રથમ વાર આવવાની તક મળી છે, અને આ ક્ષણ અલૌકિક ક્ષણે અહીં આવવાનો અવસર પ્રાપ્ત થયો છે.

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રંસગે Actor Ram Charan ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તેમણે આ મહાપર્વ વિશે કહ્યું હતું કે, અયોધ્યા રામ મંદિર ખુબ જ સુંદર છે. દેશના દરેક વ્યક્તિએ એકવાર અહીં આવીને આ સ્થળના સાક્ષી બનવા જોઈએ.

South Superstar Actor અને નેતા Pawan Kalyan પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન યોગાનુંયોગ તેમની આંખોથી આંસૂ વહેવા લાગ્યા હતા.

આ પણ વાંચો: Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પહોંચ્યા કોંગ્રેસના આ નેતા, પછી થયું…

Tags :
ActorAyodhyaGujaratGujaratFirstHistoryNarendra ModiPMModiPran Prathistharamram mandirramlallasuccess
Next Article