Ram Mandir: રામલલ્લાને બાબા વિશ્વનાથ તરફથી મળશે અનોખી ભેટ, જાણો શું હશે?
Ram Mandir: અયોધ્યામાં શ્રી રામ મંદિરની 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેમાં બાલ સ્વરૂપ રામલલ્લા વિરાજમાન થવાના છે. પ્રાણ પ્રતિષ્ઠાાં કાશીના કેટલાય વિદ્ધવાનો, સંતો પહેલા બાબા વિશ્વનાથને આમંત્રણ મળ્યું છે. હવે 22 જાન્યુઆરીએ બાબા વિશ્વનાથના પ્રતિનિધિ રૂપે વિશ્વનાથ ધાનના ન્યાસ પરિસદના મુખ્ય લોકો અયોધ્યા જવાના છે. એટલું જ નહીં તેની સાથે સાથે રામ લલ્લા માટે બાબા વિશ્વનાથ તરફથી એવી અનોખી ભેટ આપવામાં આવશે જે બાબા વિશ્વનાથનું પ્રતિક છે.
પ્રતિનિધિ તરીકે ન્યાસ પરિસદના મુખ્ય લોકો જશે
પ્રાણ પ્રતિષ્ઠના મહોત્સવમાં આમંત્રત લોકો રામલલ્લાને અર્પિત કરવા માટે અલગ અલગ વસ્તુએ લઈને જવાના છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં બાબા વિશ્વનાથના પ્રતિનિધિ રૂપે વિશ્વનાથ ધામના ન્યાસ પરિસદના મુખ્ય લોકો અયોધ્યા જવાના છે. તેઓ બાબા વિશ્વનાથના પ્રતિક તરીકે ત્રિશૂળ, ડમરૂ, ભસ્મ અને પ્રસાદ લઈ જવાના છે.
ન્યાસ પરિષદના અધ્યક્ષ બાબાના પ્રતિનિધિ બનીને જશે
મળતી વિગતો પ્રમાણે વિશ્વનાથ ધામના ન્યાસ પરિસદના અધ્યક્ષ બાબા વિશ્વનાથના પ્રતિનિધિ તરીકે ત્યાં જવાના છે. આ બાબતે બાબા વિશ્વનાથ તરફ શું ભેટ આપવામાં આવશે તે બાબતે વિચારણ થઈ રહી છે. બાબા વિશ્વનાથ તરફથી અનોખી ભેટ લઈ જવાની છે. આ સાથે સાથે ન્યાસ પરિષદના અધ્યક્ષ દ્વારા અયોધ્યા જાણ કરવામાં આવશે કે, જો બાબા વિશ્વનાથના દરબાર તરફથી કોઈ અન્ય વસ્તુની આવશ્યકતા હશે તો તે બાબતે પણ વિચાર કરવામાં આવશે.
આ પણ વાંચો: પ્રતિષ્ઠા પહેલા રામચરિત માનસની માંગ વધી, ગીતા પ્રેસને રેકોર્ડ તૂટ્યો
રામ લલ્લાના આમંત્રણમાં હાજરી આપવા માટે ટૂંક સમયમાં ટ્રસ્ટ કાઉન્સિલની એક બેઠક બોલાવવામાં આવશે, જેમાં બાબાની હાજરી અંગે સહમતિ દર્શાવ્યા બાદ રામ લલ્લાના દરબારમાં આ અનોખી ભેટો આપવામાં આવશે. રામ મંદિર(Ram Mandir)ને લઈને સંતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ