Ram Mandir : મોહન ભાગવતથી લઈ બોલિવુડના આ સિતારાઓ પહોંચ્યા અયોધ્યા
Ram Mandir: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત સહિત દુનિયાભરના લોકોમાં આ કાર્યક્રમને લઈને ઘણો જ આનંદ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં અનેક જાણીતી હસ્તિઓ ભાગ લઈ રહી છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ હાજર રહેશે, જે માટે તેઓ આજે લખનઉ પહોંચી ગયા છે. જ્યાં તેમનું કાર્યકર્તાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં રજનીકાંત હાજર રહેશે
22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારા કાર્યક્રમમાં સામેલ થવા માટે તમિલનાડુના અભિનેતા રજનીકાંત લખનઉ એરપોર્ટ પહોંચી ગયા છે. તેમણે મંદિર ટ્રસ્ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
અનુપમ ખેરે કહ્યું- લાંબા સમયથી આ દિવસની રાહ જોવાતી હતી
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ભાગ લેવા માટે મુંબઈથી અભિનેતા અનુપમ ખેર અયોધ્યા જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન તેમણે એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે- આપણે તમામ લોકોએ આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ હતી, આ એક ઘણો જ સારો અનુભવ છે. સાથે જ તેમણે જયશ્રી રામના નારા પણ લગાવ્યા.
અયોધ્યા માટે મુંબઈથી રવાના થયા વિવેક ઓબરોય
ભારતની જાણતી હસ્તિઓ આ કાર્યક્રમ માટે આમંત્રિત કરાયા છે. તમામ હસ્તિઓએ પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને ખુશી વ્યક્ત કરી છે. અભિનેતા વિવેકા ઓબરોય પણ સોમવારે થનારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા જવા રવાના થયા છે. એરપોર્ટ પર જતી વખતે વિવેક ઓબરોયે લોકોની સાથે ફોટા પણ પડાવ્યા.
કાલે થશે રામલલાના દર્શન- મધુર ભંડારકર
ફિલ્મી જગતના અનેક લોકો અયોધ્યા માટે રવાના થઈ રહ્યાં છે. 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેવા ફિલ્મમેકર મધુર ભંડારકર પણ રવાના થયા છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે- હું અયોધ્યામાં થનારા કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યો છું. રામલલાના દર્શન કરવા માટે હું ખાસ ઉત્સાહિત છું. આ દિવસની આપણે ઘણાં વર્ષોથી રાહ જોઈ રહ્યાં હતા.
રણદીપ હુડ્ડા પત્ની સાથે સમારંભમાં સામેલ થશે
22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ભાગ લેવા માટે અભિનેતા રણદીપ હુડ્ડા પોતાની પત્ની લિન લૈશરામની સાથે લખનઉ એરપોર્ટ પહોંચ્યા. તેમણે પત્રકારો સાથેની વાતચીત કરતા કહ્યું કે- અમે ઘણાં જ ઉત્સાહિત છીએ. ભગવાન રામના આશીર્વાદ લેવા અમે ત્યાં પહોંચ્યા છીએ. આ માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ સાંસ્કૃતિક અને વિરાસત કાર્યક્રમ પણ છે.
તમામ માટે ગર્વની ક્ષણઃ શેફાલી શાહ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ માટે અભિનેત્રી શેફાલી શાહ ઘણી જ ઉત્સાહિત જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે- હું અહીં આવીને સન્માનિત અનુભવ કરી રહી છું. આ સૌથી મોટી સાંસ્કૃતિક ક્ષણોમાંથી એક છે, જેણે આપણાં દેશ અને તમામ ભારતીયો અનુભવ કરે છે. આ હકિકતમાં એક મોટી વાત છે. મને ભારતીય હોવા પર ગર્વ છે. અમારા દેશની સંસ્કૃતિ ઘણી જ સમૃદ્ધ છે, પરંતુ આપણે તેનાથી ઘણાં જ અજાણ છે.
આ ભારતીય ઈતિહાસની સૌથી મોટી ઘટનાઃ શંકર મહાદેવન
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારા કાર્યક્રમને લઈને ગાયક અને સંગીતકાર શંકર મહાદેવને કહ્યું કે- ન માત્ર પુરો દેશ પરંતુ આખી દુનિયા આ ક્ષણની રાહ જોઈ રહી છે. અમે ઘણાં જ ખુશ અને ઉત્સાહિત છીએ. મને ખુશી છે કે અમે આ કાર્યક્મનો ભાગ છીએ અને રાજ્યના મહેમાન છીએ. મને લાગે છે કે આ ભારતના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના છે.
પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ પહેલા અનિલ કુંબલેપહોંચ્યો લખનઉ
રામ મંદિર પ્રતિષ્ઠા સમારંભ પહેલા દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલે લખનઉ પહોંચી ગયો છે.
દુનિયાના દરે ખૂણે ઉત્સાહઃ સ્વામી અવધેશાનંદ ગિરી
સ્વામી અવધેશાનંદ ગિરી અયોધ્યામાં સોમવારે થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવા માટે લખનઉ એરપોર્ટ પહોંચ્યા. પત્રકરો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે- દુનિયાના દરે ખૂણે ઉત્સાહ છે. ભારતની સંસ્કૃતિ આખી દુનિયાને પ્રભાવિત કરે છે.
કેન્દ્રીય મંત્રી લખનઉ એરપોર્ટ પહોંચ્યાં
સ્મૃતિ ઈરાની આવતીકાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવા લખનઉ એરપોર્ટ પર પહોંચ્યાં.
આ પણ વાંચો - Ram Mandir : ડ્રાયફ્રૂટ્સ લાડુ, તુલસીની દાળ, રામ દિયા… અયોધ્યામાં મહેમાનોને મળશે આ ખાસ પ્રસાદ, જુઓ તસવીરો