RAM MANDIR : રામ ભક્તો માટે મોટા સમાચાર, દર્શન માટે સમયપત્રક જાહેર
RAM MANDIR : અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે. જેની સાથે જ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં (RAM MANDIR) ભગવાન રામ બિરાજમાન થયા છે. આ સાથે જ આવતીકાલ 23 જાન્યુઆરીથી મંદિરમાં લોકો ભગવાનના દર્શન કરી શકશે. જેમાંસવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.
લોકો માટે અયોધ્યમાં RAM MANDIR ના દર્શન માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દિવસના 15 કલાક સુધી મંદિરમાં દર્શન ચાલુ રહેશે. આ માટે રામોપાસના નામથી સંહિતા તૈયાર કરવામાં આવી છે. આ વચ્ચે સવારે 3 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં ગર્ભગૃહની સ્વચ્છતા કરાશે. જે સાથે જ સવારે મંદિરમાં મંગળા આરતી કરવામાં આવશે.
આ વચ્ચે આરતી બાદ વિગ્રહોનો અભિષેક, શ્રૃંગાર કરાશે, જેની સાથે જ લોકો દર્શન કરવા માટે આવી શકશે. બપોરે 1.00 વાગ્યે મધ્યાહ્ન ભોગ આરતી કરાશે અને તેની સાથે જ બપોરે 2 કલાક ભગવાનના દર્શન બંધ રહેશે. જ્યારે 3 વાગ્યાથી ફરીથી મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરી શકાશે. આ પછી સાંજે 7 વાગ્યે મંદિરમાં સંધ્યા આરતી કરાશે. જે પછી રાત્રે 10 વાગ્યે મંદિર બંધ કરવામાં આવશે.
જેની સાથે જ મંદિરમાં ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પછી ભક્તોની ભીડ ન જામે તેના માટે પણ કાળજી રાખવામાં આવી રહી છે. રામ મંદિર પરિસરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પહોંચ્યા કોંગ્રેસના આ નેતા, પછી થયું…