Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ram Bhoomi: પ્રાણ પ્રતિષ્ઠામાં આવનાર મહેમાનોને આ ભેટ આપવામાં આવશે, વસ્તુ એકદમ ખાસ

Ram Bhoomi: મંદિરનો પાયો ખોદતી વખતે નીકળેલી રામ જન્મભૂમિની માટીને ડબ્બાઓમાં પેક કરીને 22 જાન્યુઆરીએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવનારા મહેમાનોને ભેટ આપવામાં આવશે. મંદિરના ટ્રસ્ટ દ્વારા શુક્રવારે આ માહિતી આપવામાં આવી હતી. રામ મંદિર જન્મભૂમિ તિર્થ સ્થળ ટ્રસ્ટના એક...
08:09 AM Jan 13, 2024 IST | VIMAL PRAJAPATI
Ram Janma Bhoomi

Ram Bhoomi: મંદિરનો પાયો ખોદતી વખતે નીકળેલી રામ જન્મભૂમિની માટીને ડબ્બાઓમાં પેક કરીને 22 જાન્યુઆરીએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવનારા મહેમાનોને ભેટ આપવામાં આવશે. મંદિરના ટ્રસ્ટ દ્વારા શુક્રવારે આ માહિતી આપવામાં આવી હતી.

રામ મંદિર જન્મભૂમિ તિર્થ સ્થળ ટ્રસ્ટના એક સભ્યે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શણની થેલીમાં પેક કરેલી રામ મંદિરની 15 મીટરની તસવીર ભેટમાં આપવામાં આવશે. ટ્રસ્ટના સભ્યે વધુમાં કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં 11,000થી વધારે મહેમાનોને આમંત્રીત કરવામાં આવ્યા છે. આ મહેમાનોને ઉપહાર આપવાની પણ વ્યાવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મહેમાનોને પ્રસાદના ભાગરૂપે રામ જન્મભુમિનની માટી સાથે દેશી ઘીથી બનેલા 100 ગ્રામ મોતીચૂરના લાડુ પણ આપવામાં આવશે.

ઉત્તમ પ્રકારના હશે આ લાડુ

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, 22 જાન્યુઆરીએ આવવા વાળા રામ ભક્તોને દેવરહા બાબા તરફથી આ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. લાડુનો પ્રસાદ તૈયાર કરીને તેને ટિફિનમાં પેક કરવામાં આવશે. રિપોર્ટમાં દેવરહા બાબાના શિષ્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘આ શુદ્ધ દેશી ઘીમાંથી લાડુ બનાવવામાં આવશે. જેમાં પાણીનો જરા પણ ઉપયોગ કરવામા આવશે નહીં. ખાસ વાત તો એ છે કે, આ લાડુ 6 મહિના સુધી ખરાબ નહીં થાય.’

આ પણ વાંચો: 22 જાન્યુ. એ ઘરે બેઠા અયોધ્યાના રામલલાનો પ્રસાદ ખાઈ શકશો

એક હાજર મણ લાડુ બનશે

મળતી વિગતો પ્રમાણે, પહેલા ભગવાન રામ લલ્લાને ચાંદીના થાળમાં ભોગ ધરાવવામાં આવશે. ભોગ ધરાવ્યાં પછી જે વીઆઈપી આવશે તેમને આ પ્રસાદી આપવામાં આવશે. તેની સાથે સાથે દર્શને આવતા દરેક રામ ભક્તને પણ આ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. દેવરહા બાબાની પ્રેરણા હતી કે, રામ લલ્લાને 1 હજાર 111 મણ લાડુ ધરાવવાના છે. રામલલાને 44 ક્વિન્ટલ લાડુ ચડાવવામાં આવશે.

રામ મંદિરને લઈને અયોધ્યામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર હવે 10 દિવસ જ બાકી રહ્યા છે. ણે-ખૂણે એક જ સાદ સંભળાઈ રહ્યો છે અને તે છે જય શ્રી રામ. કારણ કે… 22 જાન્યુઆરીના રોજ અયોધ્યમાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ આધ્યાતમિક પ્રસંગે દેશમાં દરેક વ્યક્તિના ઘર સુધી આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવી છે.

Tags :
ayodhya ka ram mandirayodhya ram mandirGujarati Newsnational news
Next Article