Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pran Pratishta : દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે મળ્યુ આમંત્રણ

Pran Pratishta :: દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (DroupadiMurmu) ને પણ 22 જાન્યુઆરીએ અયોધ્યા (Ayodhya) માં યોજાનાર ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા (Pran Pratishta) સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. શુક્રવારે અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, વિશ્વ...
08:16 AM Jan 13, 2024 IST | Hiren Dave
DroupadiMurmu

Pran Pratishta :: દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (DroupadiMurmu) ને પણ 22 જાન્યુઆરીએ અયોધ્યા (Ayodhya) માં યોજાનાર ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા (Pran Pratishta) સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. શુક્રવારે અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમાર અને RSS નેતા રામ લાલે રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા'  સમારોહમાં આમંત્રણ આપ્યું હતું.

 

મળતી માહિતી મુજબ, 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા (Pran Pratishta )સમારોહ માટે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ પત્ર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુને આ પત્ર રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામ લાલે આપ્યો હતો.

આ અંગે VHPએ કહ્યું કે, રામ મંદિર (RamMandir) ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટેનું આમંત્રણ પત્ર 22 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઇ ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, તે ટૂંક સમયમાં અયોધ્યા આવવાનો સમય નક્કી કરશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને આમંત્રણ પત્ર મળ્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ 11 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આલોક કુમાર અને નૃપેન્દ્ર મિશ્રા દ્વારા આમંત્રણ પત્ર આપવામાં આવ્યું હતું. ધનખરે આ દરમિયાન કહ્યું હતું કે, હું મારી ત્રણ પેઢીઓ સાથે ચોક્કસપણે અયોધ્યાધામ આવીશ, હું આમંત્રણ મેળવીને અભિભૂત છું.

 

રામ મંદિરને લઈને અયોધ્યામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર હવે 10 દિવસ જ બાકી રહ્યા છે. ણે-ખૂણે એક જ સાદ સંભળાઈ રહ્યો છે અને તે છે જય શ્રી રામ. કારણ કે… 22 જાન્યુઆરીના રોજ અયોધ્યમાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ આધ્યાતમિક પ્રસંગે દેશમાં દરેક વ્યક્તિના ઘર સુધી આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવી છે.

આ પણ વાંચો - MMUA Scheme: Assam માં મહિલા અને બાળકો માટે નવા નિયમો થયા જાહેર

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ayodhya ram mandirayodhya ram mandir constructionayodhya ram mandir construction updateayodhya ram mandir inaugurationayodhya ram mandir inauguration dateayodhya ram mandir marg nirmanayodhya ram mandir newsayodhya ram mandir securityDroupadiMurmuram mandir ayodhyaram mandir ayodhya constructionram mandir ayodhya construction updateram mandir in ayodhyaram mandir pran prastisharam mandir pran pratishtaram mandir pran pratishtharam mandir pran pratishtha date
Next Article