Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદી પહોંચ્યા એ સ્થળે જ્યાં વિભીષણે ખોલ્યો હતો લંકાનો 'ભેદ'

આવતીકાલે ભગવાન શ્રી રામ પોતાની નગરીમાં 500 વર્ષ બાદ પાછા ફરી રહ્યા છે. સમગ્ર વિશ્વ હાલ ભગવાન રામની ભક્તિ રસમાં ડૂબેલું છે. ભગવાન શ્રી રામના ગુણ, ગાથા અને શૌર્યના ચર્ચા હાલ ખૂબ જ થઈ રહ્યા છે. મર્યાદા પુરષોત્તમ શ્રી રામે...
pm મોદી પહોંચ્યા એ સ્થળે જ્યાં વિભીષણે ખોલ્યો હતો લંકાનો  ભેદ

આવતીકાલે ભગવાન શ્રી રામ પોતાની નગરીમાં 500 વર્ષ બાદ પાછા ફરી રહ્યા છે. સમગ્ર વિશ્વ હાલ ભગવાન રામની ભક્તિ રસમાં ડૂબેલું છે. ભગવાન શ્રી રામના ગુણ, ગાથા અને શૌર્યના ચર્ચા હાલ ખૂબ જ થઈ રહ્યા છે. મર્યાદા પુરષોત્તમ શ્રી રામે વિશ્વને પોતાના જીવનથી લોકોને એક આદર્શ વ્યક્તિ, એક આદર્શ સમાજ અને આદર્શ વિશ્વ બનાવવા માટે પ્રેરણા પૂરી પાડી છે. શ્રી રામ જ્ઞાતિ, ધર્મ, રંગ અને રાષ્ટ્રીયતાથી ઉપર એક કરુણા મૂર્તિ છે.

Advertisement

વડાપ્રધાન મોદી આવ્યા ધનુષકોડી 

આવતીકાલે રામનગરી અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. શ્રી રામના જીવન સાથે સંકળાયેલ કેટલાક અગત્યના સ્થળો અને મંદિરોની મુલાકાત વડાપ્રધાન લઈ રહ્યા છે.

Advertisement

PM નરેન્દ્ર મોદી

PM નરેન્દ્ર મોદી

આ પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિર અને દક્ષિણ રાજ્યના રામેશ્વરમમાં શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. પીએમ તમિલનાડુના ધનુષકોડી પહોંચ્યા હતા.

Advertisement

આ સ્થળનું મહત્વ ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વનું છે. આ એજ સ્થળ છે જ્યાંથી ભગવાન શ્રી રામ દ્વારા રામ સેતુના નિર્માણની શુરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ ધનુષકોડીની મુલાકાત લઈ ત્યાં કોઠંડારામસ્વામી મંદિરમાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે. અહીં તેમણે  પ્રાર્થના કરી અને અરિચલ મુનાઈની પણ મુલાકાત લીધી

કોઠંડારામ નો અર્થ 

મળતી માહિતી મુજબ કોઠંડારામનો અર્થ થાય છે ધનુષવાળો રામ. સવારે વડાપ્રધાન શ્રી કોઠંડારામસ્વામી મંદિર પહોંચ્યા. એવું કહેવાય છે કે લંકા ધનુષકોડીથી લગભગ 31 કિલોમીટર આગળ છે. અહીંથી વનાર સેનાએ લંકા સુધી રામ સેતુનું નિર્માણ કર્યું. આ સિવાય ધનુષકોડી એ સ્થાન છે જ્યાં વિભીષણ ભગવાન શ્રી રામને પ્રથમ વખત મળ્યા હતા. અહીં તેમણે શ્રી રામ પાસે શરણ માંગ્યું અને માતા સીતા વિશે જણાવ્યું. અહીં જ વિભીષણે રાવણ અને તેની શક્તિ વિશેના તમામ રહસ્યો જાહેર કર્યા હતા.

રામ મંદિરની કેટલીક ખાસ વાતો

અયોધ્યાના રામ મંદિરમાં આવતી કાલે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરમાંથી 7000થી પણ વિશેષ મહેમાનોને આમંત્રીત કરવામાં આવ્યા છે.રામ લલ્લાની મૂર્તિને કર્નાટક અને રાજેસ્થાનના પથ્થરોમાંથી બનાવવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે આ રામ મંદિરને બનાવવા માટે 900 કરોડનો ખર્ચ થયો છે. આ મંદિરના દરવાજાઓ અને બારીઓનું લાકડું મહારષ્ટ્રના બલ્લાલ શાહથી લાવવામાં આવ્યું છે. આ સાથે દર0વાજાઓ અને બારીઓનું નકશીકામ હૈદરાબાદના મજૂરોએ કર્યું છે. રામ લલ્લાના અભિષેક માટે દેશભરના પવિત્ર કુંડો અને નદીઓમાંથી જળ લાવવામાં આવ્યું છે. ત્યારે બાદ મહત્વની વાત એ છે કે, શ્રીરામનું આ ભવ્ય મંદિર 2025 માં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે.

આ પણ વાંચો -- Ramotsav 2024: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંગલ ધ્વનિથી ગુંજશે ભવ્ય રામ મંદિર

Tags :
Advertisement

.