Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya :રામલલાના દર્શન માટે ગર્ભગૃહમાં પહોંચ્યા કપિરાજ

Ayodhya : અયોધ્યાના (Ayodhya ) ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. બીજા જ દિવસે ભગવાન રામના દર્શન કરવા લાખો લોકો એકઠા થયા હતા. આ દરમિયાન અચાનક એક કપિરાજ પણ રામ મંદિર ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. આ...
ayodhya  રામલલાના દર્શન માટે ગર્ભગૃહમાં પહોંચ્યા કપિરાજ


Ayodhya : અયોધ્યાના (Ayodhya ) ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. બીજા જ દિવસે ભગવાન રામના દર્શન કરવા લાખો લોકો એકઠા થયા હતા. આ દરમિયાન અચાનક એક કપિરાજ પણ રામ મંદિર ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. આ કપિરાજને રામ મંદિર ગર્ભગૃહમાં પહોંચવાને લઇ ભક્તોમાં કુતૂહલનો વિષય બન્યો હતો. મંદિરની સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીઓએ આ સંબંધમાં પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે તેમને એવું લાગ્યું કે હનુમાનજી રામલલાના દર્શન કરવા આવ્યા છે

Advertisement

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર હનુમાન પોતે અયોધ્યા (Ayodhya )રામ મંદિરમાં શ્રી રામ લલ્લાને મળવા આવ્યા હતા. ગર્ભગૃહની સુરક્ષા કરી રહેલા સુરક્ષા કર્મચારીઓને લાગ્યું કે વાનર કદાચ શ્રી રામ લલ્લાની મૂર્તિને પાડી દેશે. તેથી તે વાનર તરફ ગયા હતા. જોકે વાનરે કોઈ નુકસાન પહોંચાડ્યા વિના ત્યાં દર્શન કર્યા અને પછી ત્યાંથી શાંતિથી નીકળી ગયો હતો.

Advertisement

મંદિર ટ્રસ્ટે દાવો કર્યો છે કે અયોધ્યા રામ મંદિરમાં વાનર ગર્ભગૃહની અંદર રામ લલ્લાની મૂર્તિ પાસે પહોંચ્યો હતો અને પછી ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા. આ ઘટના એવા દિવસે બની હતી જ્યારે મંદિરને જાહેર જનતાના દર્શન માટે ખોલવામાં આવ્યું હતું.

Advertisement

હનુમાનજી રામલલાના દર્શન કરવા આવ્યાને લઇ અનેક તર્ક-વિતર્ક

ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “આજે લગભગ 5:50 વાગ્યે, એક કપિરાજ દક્ષિણના દરવાજાથી ગુડ મંડપ દ્વારા ગર્ભગૃહમાં પ્રવેશ્યા અને ઉત્સવ મૂર્તિની નજીક પહોંચ્યો. બહાર તૈનાત સુરક્ષાકર્મીઓએ કપિરાજને ત્યાં આવતા જોયા, 'સુરક્ષા કર્મચારીઓ એ વિચારીને કપિરાજ તરફ દોડ્યા કે કદાચ તે ઉત્સવની મૂર્તિને જમીન પર પછાડી દેશે. પરંતુ પોલીસકર્મીઓ કપિરાજ તરફ દોડ્યા કે તરત જ કપી શાંતિથી ઉત્તરના દરવાજાથી પૂર્વ તરફ જતા રહ્યા. જોકે સમગ્ર દર્શ્ય જોતા ભક્તોએ એવી માન્યતા લઇ લીધી છે કે, રામલલાના દર્શન માટે સાક્ષાત હનુમાનજી આવ્યા છે. આ સમગ્ર ઘટનાને જોતા ભક્તોમાં કુતૂહલનો વિષય બન્યો હતો.

રામ લલ્લા મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ

અયોધ્યા (Ayodhya ) રામ મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બુધવારે રામલલાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. બપોર સુધીમાં લગભગ ત્રણ લાખ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી. જિલ્લા વહીવટી તંત્રના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે એક અંદાજ મુજબ બપોર સુધીમાં ત્રણ લાખ લોકોએ રામ લલ્લાના દર્શન કર્યા છે. અત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જામે છે. 22 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યા રામ મંદિરમાં શ્રી રાલ લાલાની મૂર્તિનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પછી દર્શન માટે ભક્તોની ભીડ જામે છે.

આ  પણ  વાંચો - Ram Mandir : મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે સમગ્ર કેબિનેટ સાથે રામલલ્લાના કરશે દર્શન

Tags :
Advertisement

.