Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ayodhya Identity Card: અયોધ્યામાં રામ મંદિર પ્રવેશ માટે ખાસ ઓળખપત્ર તૈયાર

Ayodhya Identity Card: Ayodhya માં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રામનગરી Ayodhya ને અભેદ કિલ્લામાં રૂપાતંર કરી દેવામાં આવી છે. રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે Ayodhya માં રહેતા લોકોએ પણ શહેરમાં પ્રવેશ લેતી...
ayodhya identity card  અયોધ્યામાં રામ મંદિર પ્રવેશ માટે ખાસ ઓળખપત્ર તૈયાર

Ayodhya Identity Card: Ayodhya માં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રામનગરી Ayodhya ને અભેદ કિલ્લામાં રૂપાતંર કરી દેવામાં આવી છે. રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે Ayodhya માં રહેતા લોકોએ પણ શહેરમાં પ્રવેશ લેતી વખતે પોતાનું ઓળખ પત્ર (Ayodhya Identity Card) બતાવવું પડશે. એટલું જ નહીં મંદિરની સુરક્ષા માટે ત્રણ સ્તરના સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યા છે.

Advertisement

સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે

Ayodhya માં 22 જાન્યુઆરીએ હજારો લોકો આવવાની શક્યતા છે. આ રામ ભક્તોમાં VIP લોકો પણ પધારવાના છે. UP Police સહિતની કેન્દ્રીય એજન્સીઓ સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે એલર્ટ પર છે. આ સાથે સ્થાનિક લોકોને ઓળખ કાર્ડ પણ આપવામાં આવ્યા છે.

Advertisement

20 જાન્યુઆરીથી Ayodhya ની સરહદ સીલ કરી દેવામાં આવી છે. તે સહિત બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 19 જાન્યુઆરી રાતથી Traffic Diversion લાગુ કરવામાં આવ્યું છે. અમેઠી, સુલતાનપુર, ગોંડા, લખનૌ, બસ્તીથી Ayodhya તરફ આવતી ટ્રેનોને અલગ-અલગ રૂટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.

Advertisement

CCTV અને AI દ્વારા ખૂણે-ખૂણે બાજ નજર

મંદિરની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને PAC ને તૈનાત કરવામાં આવ્યા છે. યુપી પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. આ સિવાય AI, CCTV અને Drone દ્વારા શહેર પર નજર રાખવામાં આવી રહી છે.

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) પણ સુરક્ષા વ્યવસ્થામાં સામેલ છે. UP Police અને PAC ના 1400 જવાનોને મંદિરની બહાર Red Zone માં તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો: Ayodhya Fake Sweet: સરકારે Amazon ને રામ મંદિરના પ્રસાદને લઈને આપી ચેતવણી

Tags :
Advertisement

.